________________
-------પાકિસ્તાનનાં જૈન મંદિરો-----------------
સનખતરા - નંબરદારનું શહેર, શ્વેતાંબર મંદિરના પૂજારી સાહિબસિંહ જૈન અને ભારતીય ફિલ્મ એક્ટર રાજેન્દ્રકુમારની જન્મભૂમિ.
અમે સનખતરા શહેરને જોઈને બહાર જઈ રહ્યા હતા. મેં છેલ્લી વાર પાછા ફરીને તે જગ્યાએથી મંદિરના કમરાને જોયો. એવું લાગ્યું કે જાણે તે કહી રહ્યો હોય કે, મને શરમ આવે છે કે આપના માટે મારું દ્વાર ખોલી ન શક્યો. તમે મારા મહેમાન છો, પણ હું મજબૂર છું. હું ચાલી શકતો નથી, નહિતર હું તમારી સાથે ચાલી નીકળત ! પછી તે પોતાની જાતને જ કહે છે કે, જો ચાલવા યોગ્ય હોત તો સને ૧૯૪૭માં તેમની સાથે જ ચાલી નીકળ્યો હોત!
મને એવું લાગ્યું કે તે સાચે જ મારી સાથે આવવા માગતો હશે. હું જ્યારથી તેને જોઈ રહ્યો છું, તે ચૂપચાપ મારી સાથે ચાલતો આવી રહ્યો છે!
મને લાગે છે કે કદાચ તે રડી પડશે અને બોલી ઊઠશે – __ 'मैं भी झोक राँझन दी जाणा, नाल मेरे कोई चल्ते'
અર્થાત્ (હીર ઉવાચ) મારે અવશ્ય રાંઝાને – મારા પ્રિયતમને મળવા જાવું છે. અરે ! મારી સાથે કોઈક તો ચાલે!
સનખતરાનું જૈન સ્થાનક અહીં ભાવડાઓની ગલીમાં જ સ્થાનકનું ભવન છે. બહુ મોટું નહિ, પણ અહીંની આવશ્યક્તા અનુસાર બરાબર છે. સાધુ, સતીરત્નો પણ પધારતાં હતાં. આજે તેણે એક ઘરનું રૂપ લીધું છે.
(૧) સનખતરાના મંદિરની પ્રતિષ્ઠા શ્રી આત્મારામજી મહારાજે એપ્રિલ ૧૮૯૬માં કરાવી હતી.
મૂળનાયક શ્રી ધર્મનાથ, જમણી તરફ ઋષભદેવ તથા પાર્શ્વનાથ તથા ડાબી બાજુ સુવિધિનાથ તથા ચંદ્રપ્રભુ - કુલ પાંચ પ્રતિમાજી વેદીમાં વિરાજમાન હતી. સામેની તરફ શાંતિનાથ, નેમિનાથ
તથા અજિતનાથ હતા. દેશનું વિભાજન થતાં આ મૂર્તિઓનું શું થયું તેની ખબર નથી. (૨) સનખતરાના લાલા અમીચંદ જૈન ખંડેલવાલ, જૂના જમાનાના ગ્રેજ્યુએટ થયેલા હતા. ત્યાંની
નગરપાલિકા અને કોંગ્રેસ કમિટીના પ્રધાન પણ હતા. (૩) પ્રાચીન સંદર્ભોમાં લાલા ગોપીનાથ, અનંતરાય તથા પ્રેમચંદ શ્રાવકોના નામ મળે છે.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૧૦૩.