________________
સંદર્ભો તથા કાવ્યપંક્તિઓ સહિત એમાં પોતાના અનુભવોને સાંકળીને ખાવહી અને રસભરી શૈલીમાં આલેખે છે. પ્રવાસવર્ણનનું એક રસિક, ગતિશીલ અને સાહિત્યમંડિત પુસ્તક વાંચતા હોઈએ તેવો અનુભવ થાય છે. પાકિસ્તાનનાં શહેરોમાં જાય, મહોલ્લામાં જઈને સહુને મળે, બુઝર્ગો પાસેથી બાતમી મેળવી અને અંતે જૈન મંદિરની ખોજ કરે. ફિલ્મના એક પછી એક પસાર થતાં દૃશ્યની જેમ આનું વર્ણન કરે છે. એ વિસ્તારમાં વાચકની આંગળી પકડીને આસપાસની વ્યક્તિ સાથે મુલાકાત કરાવે છે અને વાતાવરણની આબોહવાની ઓળખ આપતા જાય છે.
ક્યાંક આ લેખક એવો સવાલ પણ કરે છે કે “હિંદુ મુસ્લિમ ક્યાં સુધી ઈંટોથી લડતા રહેશે ? ક્યાં સુધી માનવરક્તની હોળી ખેલતા રહીશું? આ પ્રશ્નમાં પ્રગટ થતી લેખકની ભાવના આજે પણ આપણા હૈયાને આરપાર વધી જાય છે. એક વ્યાપક ફલક પર આ પુસ્તકનું આલેખન થયું છે અને તેથી વેદ, વાયુપુરાણ, મહાભારત, જૈન, બૌદ્ધ, શીખ અને સિંધી ધર્મના ગ્રંથોનો તથા શાયરોની કવિતાનો યથાસ્થાને ઉલ્લેખો મળે છે.
એક ત્રીજી મહત્ત્વની વાત એ છે કે કરાચી, લાહોર, કસૂર, સિયાલકોટ, સનખતરા, પસર, દેરા ઉર, બહાવલપુર, રાવલપિંડી અને મુલતાન જેવાં શહેરોની વાત કર્યા પછી લગભગ દરેક પ્રકરણને અંતે એની ઐતિહાસિક વિગતો આલેખવામાં આવી છે. એ શહેરમાં જૈનોએ સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં કરેલી કામગરીની સાથોસાથ રે એ શહેરે આપેલાં સાધુ-સાધ્વીઓ, યતિઓ, શ્રેષ્ઠીઓ, સ્વાતંત્રસેનાનીઓ, સર્જકો અને અન્ય વિદ્વાનોની આધારભૂત અન્ય ઉપયોગી વિગત આપે છે. આ રીતે ઘણી સહજતાથી ભૂતકાળ સાથે વર્તમાનનો તંતુ સાંધી આપ્યો છે.
પૂ. આત્મારામજી મહારાજ અથવા તો દાદાગુરુ જિનકુશલસૂરિજીનાં ! સમાધિસ્થળોની વિસ્તૃત માહિતી અથવા તો ગૌડી પાર્શ્વનાથના મૂળસ્થાન ગૌડી ) શહેરના જૈન મંદિરની વાત કે પછી આ ક્ષેત્રમાં જૈન આચાર્યો અને મુનિરાજોએ કરેલાં કાર્યોની વાત અતીતની પુણ્યસ્મૃતિઓ સાથે આપણું અનુસંધાન જોડી આપે છે.
આવા અત્યંત મહત્ત્વના દિશાદર્શકનો ગુજરાતી ભાષામાં સુગ્રથિત અનુવાદ છે આપીને શ્રી ગુણવંતભાઈ બરવાળિયાએ શાસનની સેવા તો કરી જ છે, પણ એની સાથોસાથ એ તરક અંગૂલિનિર્દેશ કર્યો છે કે ધર્મના ઇતિહાસની ઈટ પર જ એની પરંપરા, ભાવના અને મહત્તાની ઇમારત રચાયેલી હોય છે. એ ઈમારતની પાયાની ઈંટની આવી મૂલ્યવાન ઓળખ આપવા માટે ખૂબ ધન્યવાદ.
- કુમારપાળ દેસાઈ
||