________________
-પાકિસ્તાનનાં જૈન મંદિરો
“આ મંદિરોના ચણતરનો ચોક્કસ સમય જે અમુક શીલાઓ પ્રાપ્ત થઈ તેના લખાણ ઉપરથી જણાય છે. તારીખ સહિત ઉલ્લેખ છે. શક્યત: આ સમય અગિયારમી સદીના મધ્યકાળનો છે અને કલાકારો શિલ્પના પછીના કાળના શિલ્પીઓ કરતાં કલાકારીગીરીના ષ્ટિકોણથી જરા પણ ઊતરતા ન હતા. અલંકારો ને જુદાં જુદાં મકાનો (સ્થાપત્યો)ની બાંધણી બહુ સારી રીતે અભિવ્યક્ત થાય છે અને મેં જે પૂર્વ દિશાનાં સ્થાપત્યો જોયાં છે તેમાં સારી રીતે અભિવ્યક્ત થાય છે.’’
કાસીમના મતે, કચ્છનું રણ દરિયારૂપે હતું અને પરીનગર બંદરરૂપે હતું (ઈ.પૂ.) સ્થાપિત થયું હતું. એક સમયે તે ક્ષેત્રનું ધમધમતુ બંદર હતું અને તેનું આંતરરાષ્ટ્રીય મહત્ત્વ હતું અને તેનું વ્યાપારી જોડાણ કચ્છ, ભૂજ, પોરબંદર, માંડણે, લંકા અને સુમાત્રા સાથે મહત્ત્વ ધરાવતું હતું.
કહેવાય છે કે, પરીનગર સાગર-બંદરનો વિનાશ ધરતીકંપ દ્વારા થયો. તારીક ફરિશ્તા, ઇબ્નબનૂતા પણ અહીંથી પસાર થતાં હતાં. આનો વિનાશ જલાલુદ્દીન ખ્વારીઝાશાહ દ્વારા (ઇ.સ. ૧૨૨૩માં) થયો હતો.
પ્રારંભમાં અહીં છ જિનાલાયો આ ક્ષેત્રમાં હતાં. વીરાવાહ હેરાસર બે ઓરડા તથા એક વિશાળ સભાગૃહ (હૉલ) જે મંડપના નામે ઓળખાતો હતો. આ ઉપરાંત એ કનાની અંધારી કોટડી જેનું નામ વેહાના હતું. આ ઓરડાઓએ તેમની ભવ્યતા કાળક્રમે ગુમાવી અને મોટા ભાગના સ્થાપત્યો, ચિત્રો (ભીંતચિત્રો) વિકૃત થયાં અથવા નષ્ટ થયાં.
પરંતુ કાસીમ માને છે કે પરીનગરના અવશેષો એક ઐતિહાસિક સંશોધનની તક પૂરી પાડવા ઉપરાંત ધાર્મિક પ્રવાસનનું એક સ્થળ બનવા પામેલ છે.
લોખંડના જે ટુકડાઓ અહીં દષ્ટિગોચર થાય છે તે પ્રાચીન પરીનગરમાં જહાજ બાંધવાના ઉદ્યોગનો નિર્દેશ કરે છે.
કાસીમ એવો પણ નિર્દેશ કરે છે કે, ભારતના જૈનો ઘણા જ સમૃદ્ધ હતા, અને જો ધાર્મિક પ્રવાસનનો યોગ્ય વિકાસ થાય તો આ બાબત આકર્ષણના એક કેન્દ્રસ્થાનનું ઉદ્ગમસ્થાન બની શકે છે.
વધુમાં કહે છે કે, અમારા વિભાગે એક ભવ્ય યોજના બનાવેલ છે જે
૧૭૧