________________
--------પાકિસ્તાનનાં જૈન મંદિરો----------------- વિરોધોનો સામનો કરી, સ્થાનકોની સ્થાપનાનો પ્રચાર કર્યો. ઉપરાંત, જૈન પાઠશાળાઓ, ગ્રંથાલયોની સ્થાપના કરી. તેઓએ ૧૯૩૦માં રાવલપિંડી જ્યાં સ્થાનકવાસીઓની મુખ્યતા હતી અને જે જૈન મુનિઓની વસ્તીની નજીક હતી જે પછી ગુજરાનવાલા, જેલમ, કસૂર, લાહોર, સિયાલકોટ રૂપે અસ્તિત્વમાં આવ્યા.
બ્રિટિશ સમયમાં ભાવડા જ્ઞાતિ આગેવાન વ્યાપારી વણિકોની ઓળખ બની ખાસ કરીને પંજાબમાં. પાકિસ્તાનનાં ગામડાંઓમાં બજાર તથા મહોલ્લા આજે પણ ભાવડા નામને જાળવી રાખેલ છે. ભાવડા જૈનો પોતાનો શરાફી ધંધા વ્યવસાયમાં જમાવટ કરી. શિક્ષણ ક્ષેત્રે પણ યોગદાન આપ્યું. જૈનોની મહત્તમ પરંપરા વારસો ભાવડા સમાજે જાળવી રાખ્યો માલિકીના દાવે તેમ છતાં પણ પંજાબના બધા જૈનો ભાવડા ન હતા. લગભગ બધા વેપારીઓ, વણિકો પંજાબઋષિ સંપ્રદાયના હતા લવજી મુનિના અનુયાયી રૂપે અને તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિયો, અગ્રવાલ, જાટ અને ભાવડા પરિવારો એકત્ર થયા. ફક્ત વૈશ્યો જ નહીં પણ ક્ષુદ્ર જાતિના પણ તેમાં ભળ્યા. સામાન્યતઃ અંબાલાના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં દિગંબર જૈનોનું અસ્તિત્વ ન હતું. તેરાપંથ દિગંબર અગરવાલોએ નાની કોમ રૂપે વસવાટ કર્યો. ખાસ કરીને રાવલપિંડી, સિયાલકોટ, લાહોર અ ને કરાચીથી સૈન્યમાં આ પરિવારોમાંથી જોડાયા. તેમનાં મંદિરો છાવણીના પ્રદેશમાં વસ્યા. બધા નહીં તો મહદ્અંશે ૧૯૪૬ બાદ આ બધાનું પતન થયું.
ભાગલા પહેલાં જૈન કોમ, કુલ વસ્તીના ૧% જેટલી જ હતી, જે પ્રદેશ પાકિસ્તાનમાં ભળી ગયો. ભાગલા સમયે લગભગ બધી જ જૈન વસ્તી ભારત તરફ વસવાટ માટે ચાલી ગઈ. માત્ર થોડા જ જૈનોએ ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો, પરંતુ મોટા ભાગનાએ બ્રિટિશ સૈન્યના રક્ષણ હેઠળ આ સ્થળ છોડ્યું. આપવાદ રૂપે વિજયવલ્લભસૂરિશ્વરજીના સાધુઓ તેમના સાધુ આવાસો લાચારીથી છોડવા લાચાર બન્યા અને ટ્રક, ટ્રેન કે પ્લેન દ્વારા ભારત ભણી ચાલી નીકળ્યા, મુખ્ય કારણરૂપ જીવ બચાવવાનો હતો. તેઓએ નિરાશ્રિતો રૂપે ભારતમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં વસવાટ કર્યો. તેઓ પોતાનાં પુસ્તકો સાથે જૈન ગ્રંથો અને કલાકૃતિઓ પણ પોતાના સામાન સાથે લઈ ગયા. ફક્ત ઘર-વખરી છોડી ગયા.
૧૭૯