________________
- - - - પાકિસ્તાનનાં જૈન મંદિરો
--
પ્રકરણ : ૬૨ પાકિસ્તાનના કાસૂરમાં જૈન ચૌરાહા
-કુમારપાળ દેસાઈ પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં આવેલા નગરપારકરના શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન મંદિરની વિગતોએ એક નવી જિજ્ઞાસા જાગ્રત કરી. ધીરે ધીરે પાકિસ્તાનનાં શહેરોમાં આવેલાં મંદિરોના ઇતિહાસનાં પૃષ્ઠ ઊઘડવાં લાગ્યાં.
એક સમયે કરાંચી એ હિંદુસ્તાનનું પાંચમા નંબરે પંકાતું શહેર હતું. એની સ્વચ્છતા અને સુંદરતા માટે એ પ્રસિદ્ધ હતું અને એમાં પણ ગુજરાતના સંસ્કારસ્વામીઓ અને વેપારીઓનો કરાંચી નગરની સમૃદ્ધિમાં ઘણું મોટું યોગદાન હતું. એના કેટલાય લત્તાઓમાં ગુજરાતીઓ વસતા હતા. કરાંચી શહેરની રણચોડ લેનની બંને બાજુએ ગુજરાતીઓ અને કેટલાય મંદિરો વિદ્યમાન હતાં.
ઇતિહાસ એમ કહે છે કે, અંગ્રેજોની સાથે જ ગુજરાતીઓએ કરાંચીમાં પ્રવેશ કર્યો”. વિ. સં. ૧૮૯૬માં પાટણના શ્રેષ્ઠિ લીલાચંદ ચાવાળા કરાંચીમાં અંગ્રેજોની સાથે જ પ્રવેશ પામનારા વેપારી મહાજન હતા. વિ. સં. ૧૯૧૧માં ગુજરાતના જૈનોએ કરાંચીના સોલ્જર બજારમાં એક મકાન વેચાતું લીધું અને ત્યાં ધાતુની પ્રતિમા ધરાવતું ઘરદેરાસર બંધાવ્યું. એ પછી તો અહીં જૈનોની વસ્તી વધતી ગઈ. પાકિસ્તાનના હાલા શહેરમાંથી પાષાણની બીજી ચાર પ્રતિમાઓ કરાંચીમાં મંગાવી અને આ મંદિરમાં બિરાજમાન કરી.
ગુજરાતના અને રાજસ્થાનના સાહસિક વેપારીઓની વસ્તી વધતા કરાંચીના રણચોડ લેનમાં જૈન મંદિર માટે વિશાળ જગા ખરીદવામાં આવી. વિ. સં. ૧૯૪પમાન શિખરબંધી મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને વિ. સં. ૧૯૫૮માં કરાંચીના સોલ્જર બજારના ઘરદેરાસરની બધી જ મૂર્તિઓ આ મંદિરમાં લાવી પરોણાદાખલ પધરાવવામાં આવી.
વિ. સં. ૧૯૬૧ની મહા સુદ પાંચમના દિવસે આ નવનિર્મિત મંદિરની ભવ્ય
૧૮૩