________________
-~-~~~~-પાકિસ્તાનનાં જૈન મંદિરો --~-~~~-~~-~પ્રતિષ્ઠા કરવામાં આવી. એ સમયે અહીં ૮૦ હજાર ગુજરાતીઓની વસ્તી હતી.
કરાંચીની પાસે આવેલા ગુજરાત નગરને જોઈએ તો એમ લાગે કે સિંધ પ્રાંતમાં નાનકડું ગુજરાત વસે છે. કરાંચીના એંસી હજાર ગુજરાતીઓમાં જૈનોની સંખ્ય ચારેક હજારની હતી. એમણે બંધાવેલાં મંરિની એક બાજુએ વિશાળ વિખ્યાન હૉલ બંધાવ્યો હતો, તો બીજી બાજુ સાધુ-સાધ્વીઓ માટે ઉપાશ્રયનું નિર્માણ કર્યું હતું. એ ઉપાશ્રયના નીચેના ભાગમાં પાઠશાળા અને કન્યાશાળાના વર્ગો ચાલતા હતા.
પાકિસ્તાનમાં જૈનોના તીર્થકરોમાં સૌથી વધુ મહિમા પાર્શ્વનાથ ભગવાનનો હતો. કરાંચીમાં પણ મૂળનાયક પાર્શ્વનાથ ભગવાનની શ્યામવર્ણી મૂર્તિ હતી અને તેની બંને બાજુએ એ જ પાર્શ્વનાથ ભગવાનની શ્વેત મૂર્તિ હતી.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સનખતરા ગામમાં એક સમયે ઉપાધ્યાથી સોહનવિજયજીએ ક્રાંતિ સર્જી હતી. એમનાં વ્યાખ્યાન સાંભળતા આસપાસના ગામોમાંથી હિંદુ, શીખ, મુસલમાન, જૈન સહુ કોઈ આવતા હતા. એમનાં વ્યાખ્યાનો સાંભળીને મિયા ફઝલઉદ્દીને એમના કસાઈના વ્યવસાયનો ત્યાગ કર્યો, એટલું જ નહીં પણ એનો એટલો બદો પ્રભાવ પડ્યો કે તમામ કસાઈઓએ કશાય વળતરની ઇચ્છા રાખ્યા વિના સનખતરા નગરમાં ચાર દિવસ માંસાહારની તમામ દુકાનો બંધ રાખીને જીવદયાનું પાલન કરવું એવી પ્રતિજ્ઞા લખીને એના પર હસ્તાક્ષર કર્યા. આ ચાર દિવસ તે પહેલો દિવસ આચાર્યશ્રી વિજ્યાનંદસૂરિ (આત્માનંદજી) મહારાજની સ્વર્ગવાસ તિથિ જે સુદ આઠમ, બીજો દિવસ તે કાર્તિકી પૂર્ણિમા, ત્રીજો દિવસ તે પર્યુષણનો પ્રથમ દિવસ અને ચોથો દિવસ સંવત્સરીનો.
પાકિસ્તાનના ગુજરાનવાલા શહેરના બજાર વિસ્તારમાં જૈન શ્વેતાંબર દેરાસર હતું અને એના જી.ટી. રોડ પર આવેલા પોલીસ ગ્રાઉન્ડ પાસે શ્વેતાંબર ઘરમંદિર હતું. આ નગરનો મહિમા એ માટે છે કે ગુજરાનવાલાના ઘણાં શ્રાવક-શ્રાવિકાઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. જૈન આગમોના પ્રકાંડ પંડિત લાલા કર્મચંદજીની આ કર્મભૂમિ હતી. અહીં પદ્દર્શનના તલસ્પર્શી જ્ઞાના આત્મારામજી મહારાજ સમાધિ પામ્યા હતા. આત્મારામજી મહારાજ એક મહાન ધર્મવેત્તા હતા. ઈ.સ. ૧૮૯૩ની શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં તેમને નિમંત્રણ મળ્યું હતું, પરંતુ સાધુ પરદેશગમન કરી શકે નહીં તે માટે
૧૮૪