Book Title: Pakistanma Jain Mandiro
Author(s): Mahendrakumar Mast
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 203
________________ -------------પાકિસ્તાનનાં જૈન મંદિરો---------------- ૧૬૯૩ વચ્ચે, આથી હરિદાસમુનિ દ્વારા ઉત્તરાર્ધ લોકાગચ્છમાં વિભાજન થયું અને ટૂંઢક (સ્થાનકવાસી ટૂંઢિયા)ની સ્થાપના પૂ. વલછઋષિ દ્વારા ગુજરાતમાં થઈ અને છેવટે પોતાનો સુધારાવાદી અમૃતપૂજક સંપ્રદાય લોહોરમાં સ્થાપ્યો. આનું નામકરણ પંજાબ લવજી ઋષિ સંપ્રદાય તરીકે થયું. આચાર્ય અમરસિંહ (૧૮૦૫-૧૮૮૧)ની નિશ્રામાં તે ઉત્તરાર્ધ લોકાગચ્છમાં ક્રમશઃ વિલિન થયું અને આ રીતે પંજાબમાં આ પ્રભાવક પરંપરા બની ગઈ. શીખ વિસ્તૃતિકરણમાં વ્યક્તિગત જૈનોએ અગત્યનો આર્થિક અને રાજકીય ભાગ ભગવ્યો અને મહત્ત્વની વ્યાપારી કોમોએ પંજાબમાં પોતાનું અસ્તિત્વ મજબૂત કર્યું. તેઓ મુખ્યત્વે કાપડ, અનાજ તથા સાધારણ ગૃહોપયોગી વસ્તુઓ, ઝવેરાત અને શરાફી ધંધામાં પ્રવૃત્ત થયા. બ્રિટિશ કાળમાં નવી રેલવે અને માર્ગ-રોડવેઝનો વિકાસ થયો, જેનો જૈન વ્યાપારી કોમોએ ભરપૂર લાભ લીધો. સિંધ અને પંજાબમાં નવા વ્યાપાર માર્ગો ખૂલ્યા અને નવી વસ્તી સ્થાપિત થઈ-અસ્તિત્વમાંઆવી. આ માર્ગે ૧૮૫૫ અને ૧૮૭૫ વચ્ચે ૧૬ વિભાજન દ્વારા ગંગારામ જીવરાજ સંપ્રદાય સુધિયાણાના દક્ષિણ પશ્ચિમે અસ્તિત્વમાં આવી છેવટે ગુજરાતના તપગચ્છ મૂર્તિપૂજક સંપ્રદાય સાથે જોડાણ કર્યું. ૧૯૪૭ સુધી તેમના મુખ્ય નેતા પૂ. લમ્બિવિજયજી (સ્થાનકવાસી નામ બુટે રાય) (૧૮૦૬ -૧૮૮૨), પૂ. વિજયાનંદસૂરિ ઉર્ફ આત્માનંદ (સ્થાનકવાસી નામ આત્મારામ) (૧૮૩૬ -૧૮૯૬) અને ગુજરાતના મુનિ પંજાબ કેસરી વલ્લભસૂરિજી (૧૮૭૦-૧૯૫૪) હતા જેની પરંપરામાં વલ્લભ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો અને આજે પણ પંજાબમાં તપગચ્છ સંપ્રદાયનો મુખ્ય અને તે સ્થળે નવાં મંદિરોની સ્થાપના થઈ, જેની જોડાજોડ ઉપાશ્રયો પણ હતા દર્શનાર્થીઓના લાભાર્થે. તે સમયે સ્થાનકવાસી સંપ્રદાય જૂનવાણી અને રૂઢિચુસ્ત હતો. તેઓએ હિંસા આરંભી ચણતરોનો પ્રતિકાર કર્યો. ફક્ત મંદિરો જ નહીં પણ ઉપાશ્રય-સ્થાનકોનો પણ. તેમને અધાર્મિક અને ધર્મવિરોધી ગણવામાં આવ્યા. સામાન્યતઃ તેઓ ખાલી ઓરડાઓમાં વસવાટ કરી, ખાનગી મકાનોમાં રહીને યતિ-મુનિઓની રહેણીકરણીના નિયમોને આધીન બનાવી સ્વીકાર્ય બનાવી. ૧લ્મી સદીના અંતે સ્થાનકવાસીઓએ લોકાગચ્છના યતિઓનાં મકાનો જે ખાલી હતાં તે પ્રાપ્ત કરી, પંજાબમાં આંતિરક (૧૭૮)

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238