________________
- પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૫૪
ટકલા (તક્ષશિલા) ૨૦ કિ.મી.માં ફેલાયેલા પ્રાચીન ટેક્સલાના ખંડેરનું ચક્કર લગાવીને હું ત્યાં ઊભો છું જ્યાં એક સમયે અતિભવ્ય, કલાત્મક તથા આલીશાન જૈન મંદિરનો કળશ આસમાની વાદળોની ગોદમાં રમતો હતો. ટ્રેલાના રંગરૂપ બદલાઈ ગયાં છે. બેહાલ અને ઉદાસ ખંડેરોને જોઈને ઇતિહાસના અતીતનું સ્મરણ તો થાય છે જ, સાથે રડવું પણ આવે છે.
પાકિસ્તાનના શહેર રાવલપિંડીથી ૨૦ માઈલ દૂર સરાયકાલા રેલવે સ્ટેશનથી થોડે દૂર પ્રાચીન ટેસલા નગર છે, જે ૧૨ માઈલના ઘેરાવામાં ફેલાયેલું છે. પહાડની તળેટી અને નજીકની હરો નદી આ સ્થાનને રમણીય બનાવે છે. મધ્ય એશિયા અને પશ્ચિમી એશિયાના દેશો સાથે વ્યાપારી સંબંધોને કારણે અહીં ખૂબ સમૃદ્ધિ હતી.
પ્રાચીન તક્ષશિલાને અંગ્રેજોએ ટેકલા નામ આપ્યું. બૌદ્ધોએ તેને ગાંધારની રાજધાની માની છે અને જૈન ગ્રંથોમાં તક્ષશિલાને ભગવાન ઋષભદેવના પુત્ર શ્રી બાહુબલીના રાજ્યની રાજધાની બતાવી છે. એવું પણ વર્ણન આવે છે કે ભગવાન ઋષભદેવ છદ્મસ્ત અવસ્થામાં અહીં પધાર્યા હતા.
તક્ષશિલા વિશ્વવિદ્યાલય તે સમયે ખૂબ પ્રસિદ્ધ હતું. અત્યંત વિશાળ અને સમૃદ્ધ વિશ્વવિદ્યાલયમાં વિદેશોમાંથી પણ વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા. .સ. ૨૨૩માં તક્ષશિલામાં ફેલાયેલી અતિભયાનક બીમારીને શાંત કરવા માટે, શ્રાવકોની વિનંતીથી આચાર્ય માનદેવસૂરિજીએ સંસ્કૃતમાં ‘લઘુશાંતિ સ્તવ’ની રચના કરી હતી.
તક્ષશિલાનો નાશ થતાં ત્યાંનાં જૈન મંદિરો પણ કાટમાળના ઢગ બની ગયાં. એવું પણ વર્ણન આવે છે કે સુરક્ષાઅર્થે જૈનો અને બૌદ્ધોએ મંદિરોની મૂર્તિઓને જમીનમાં દાટી દીધી હતી.
૧૬ ૩