________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૫૮
ગોરી જિન મંદિર (દેરાસર) ૩૦૦ વર્ષથી વધુ સમયથી, રણની રેતીથી છવાયેલ “ગોરી મંદિર” અથવા ગોરી મંદિર થરપારકરમાં એકાકી ત્યજાયેલ અવસ્થાસ્થિત છે. કાળક્રમે પ્રાચીન સંસ્કૃત વિસ્મૃત અવસ્થામાં છે. તિમિર હટાવવા મીણબત્તી પણ સળગાવનાર કોઈ નથી કે કોઈ દેવાસી ધૂપસળી (અગરબત્તી)ની જ્યોતિ પ્રગટાવવા પ્રાંગણમાં દેખાતી નથી કે નથી કોઈ વ્યક્તિ ગીતોનો મધુર ધ્વનિ અભેદ નિર્જન સ્થાનમાં કર્ણપટ પર પડતો. એક સમયના પડઘા ભવ્ય દેવસ્થાનના પોકાર સંભળાતા બંધ થઈ ગયેલ છે.
ઈસ્લામકોટ અને નગરપારકરની વચ્ચે આવેલ એક રહસ્યથી ઘેરાયેલ ગોરી મંદિર છે. તેનું મૂળ નામ સુદ્ધાં બદલાતાં બદલાતાં એક લેખિત ઇતિહાસ આ મંદિરના ન રહી શકવાના કારણે તેના મૂળની એકમાત્ર કથા કહે છે કે, આ મંદિર ૩૦૦ વર્ષથી (ઇસ્વીસન) ગોરીકા નામના જૈન ભક્ત બંધાવેલ હતું.
આ કથા તે ઇતિહાસવિદ્દ રાયચંદ રાઠોડે તેના તેના ગ્રંથ પ્રાચીન થરપારકર’માં વર્ણવેલ છે અને ગોરીકો એક જૈન સાધુ હતા અને મહાવીર પ્રભુના અનુયાયી હતા. (૧૯૯-૫૨૭ ઈ.સ.) આ મંદિરના પર પગથિયા અને અનેક નાના ખંડો હતા, જેમાંના થોડા તો એક જ આરાધકનો સમાવેશ થઈ શકે તેવા હતા. હેતુ ધાર્મિક હોવા છતાં આ મંદિરના પતનમાં રાજખટપટનો મોટો હાથ હતો. અંગ્રેજ સેના દ્વારા ખંડિત થયેલ મૂળ બ્રિટિશ સત્તા સામેનું એક કાવતરું હતું.
નગરપારકર શહેરની મધ્યમાં બીજું એક જિન મંદિર આવેલ છે જે પણ જીર્ણ અવસ્થામાં છે અને દીવાલો ખંડિત થયેલ છે, પાંચ સદી જૂની છે. ફ્લોરા ફૌનાનાં ભીંતચિત્રો છે. જૈનોએ અહીં જળ, સુખડ, પુષ્પ, ધૂપ, ચોખા અને ફળ ચઢાવેલ હતાં.
વીરાવ મંદિર પણ એક શિલ્પસ્થાપત્ય થર પ્રદેશનું છે. આ બધા સિંધી સંસ્કૃતિના ઐતિહાસિક વારસારૂપ છે, પણ ખંડેર અને બિસ્માર છે. સરકારની હાજરી ફક્ત પર્યટકો ઈમારતોને નુકસાન ન પોંચાડે તેવા આદેશરૂપ છે. તેમ છતાં એક પણ
૧૬૮)