________________
પ્રકરણ : ૫
પાકિસ્તાનનાં જૈન મંદિરો
ખેડામૂર્તિ ગાંવ (અથવા ગંધારા મૂર્તિ)
ડૉ. બૂલ્હરની પ્રેરણાથી ડૉ. સ્ટાઈને સિંહપુર- મૂર્તિગાંવના જૈન મંદિરોને શોધી કાઢચાં. ડૉ. મહોદયને ખબર પડી કે કટાસ (અથવા કટાક્ષ)થી બે માઈલના અંતરે મૂર્તિ નામના ગામમાં આ મંદિરોના ખંડેર મોજૂદ છે, ત્યારે તેઓએ ત્યાં પહોંચીને ખોદકામ શરૂ કરાવ્યું. ઘણી જૈન મૂર્તિઓ, જૈન મંદિરો તથા સ્તૂપોના પથ્થર ત્યાંથી પ્રાપ્ત થયા, જે ૨૬ ઊંટો પર લાહોરમાં લાવવામા આવ્યા. એમાંથી થોડાક તો લાહોરના મ્યુઝિયમમાં સુરક્ષિત કરવામાં આવ્યા, પરંતુ વધારે તો વિદેશોમાં પહોંચી ગયા.
ખેડામૂર્તિ ગામની ઘરતી નીચે કેટલાંય જૈન મંદિર તથા બૌદ્ધ સ્તૂપોના અવશેષ દબાયેલા હશે. અહીંથી મળનારાં કેટલાંય હથિયારો તો પથ્થરયુગનાં છે.
ખેડામૂર્તિ અથવા ગંધારામૂર્તિ ગામના પથ્થરો કટાસરાજના હનુમાન મંદિરમાં લગાવી દેવામાં આવ્યા. ઇ.સ.૧૯૦૪ના જેલમ ગજેટિયરમાં ગંધારામૂર્તિનું વિવરણ છે. ડૉ. સ્ટાઇન દ્વારા ખોદકામ દરમિયાન વસ્ત્રો પહેરલ બે સ્ત્રીઓની ખૂબ સુંદર આકૃતિઓ મળી હતી, જે ભારતમાં ઇલોરાથી મળેલ મૂર્તિઓ જેવી હતી.
ગંધારામૂર્તિ તો હવે માટીના ઢગલારૂપે રહી ગઈ છે, જેના કિંમતી પ્રાચીન ચિહ્ન તથા અવશેષો ડા. સ્ટાઇન લઈ ગયા છે. આ પુંજને મારો પ્રશ્ન છે કે શું તું ઉચ્ચાનગરી છે ? અથવા તો કટાસરાજની એક તરસી ‘ઉચ્છ’ને ઉચ્ચાનગરી માનવામાં આવે ?
જેહલમ ગજેટિયરમાં ડૉ. સ્ટાઇને લખ્યું છે કે, કટાસના આ મંદિરોમાં એક પણ જૈન મંદિર નહોતું. અહીંના એક નવા મંદિરને જોયું, જેને એક પુરોહિતે મહારાજા રણજિતસિંહના શાસનકાળમાં ગંધારામૂર્તિ (ગાંવખેડા મૂર્તિ)થી લાવેલા પથ્થરોમાંથી બનાવ્યું હતું. અહીં ખૂબ સુંદર શિલ્પ કારીગરીવાળા બે સ્તંભ છે, જે આ શકલમાં મૂર્તિગામના જૈન મંદિરોમાંથી લાવવામાં આવ્યા હતા. હવે તે હનુમાન મંદિર છે જેને સરજૂદાસનું મંદિર પણ કહેવામાં આવે છે. તેની દીવાલોમાં આજે પણ ગંધારામૂર્તિ ગામમાંથી લાવવામાં આવેલા પથ્થરો જોવા મળે છે.
回
૧૬૬