________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રાચીન સ્તૂપ અને મંદિરોના ખંડેર જોતાં જોતાં માણસો થાકી જાય છે. તે ૧૨ માઈલ (૨૦ કિ.મી.) સુધી ફેલાયેલ છે.
જૈન મંદિરના અવશેષ
ટેક્સલાના આ ખંડેરોમાં એક અત્યંત વિશાળ જૈન મંદિરના ભગ્ન અવશેષોના પણ ઢગલા છે. આ અવશેષોને જોઈને આ મંદિરની વિશાળતા, ઊંચાઈ અને સુંદરતાનો અંદાજ માત્ર લગાવી શકીએ તેમ છીએ.
જૈન ટેમ્પલ ટેક્સલાનું બોર્ડ
આ પ્રાચીન જૈન મંદિરના ભગ્ન અવશેષો અને કાટમાળને પાકિસ્તાન સરકારે સંરક્ષણમાં લીધેલ છે. ત્યાં પુરાતત્ત્વ વિભાગે અંગ્રેજીમાં એક તક્તી (બોર્ડ) પણ લગાડેલ છે, જેના પર લખ્યું છે -
જૈન ટેમ્પલ, ટેક્સલા’
નજીકમાં જ એક અન્ય મોટા સરકારી નોટિસ બોર્ડમાં ટૈક્સલાના આ જૈન મંદિરના ઇતિહાસનું વર્ણન છે કે
-
ટેક્સલા પ્રાચીન સમયમાં જૈન ધર્મનું ખૂબ મોટું અને પ્રસિદ્ધ કેન્દ્ર હતું. મૌર્યકાળમાં અહીં ખૂબ વિશાળ જૈન મંદિર હતું, જેનો ઘેરાવો આખા ક્ષેત્રમાં સૌથી મોટો હતો. પાસે બે તળાવો હતાં.
ખોદકામમાં મૂર્તિઓ, સ્તંભો તથા અન્ય અવશેષોની સાથે ક્રિસ્ટલનો એક મોટો કાસ્કેટ (ડબ્બો) પણ હતો, જેમાં પવિત્ર સ્મૃતિચિહ્ન રાખેલાં હતાં. એવું માનવામાં આવે છે કે મલ્લ રાજાઓએ આ કાસ્કેટમાં સ્મૃતિ અવશેષો સુરિક્ષત
રાખ્યા હતા.
回
૧૬૪