________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : પપ
કટાસરાજ, સિંહપુર, મૂર્તિગાંવ કટાસરાજ એક પ્રસિદ્ધ હિન્દુ તીર્થ છે. આ તીર્થની વાર્તા શિવ-પાર્વતી સાથે સંકળાયેલી છે. શિવજીનાં આંસુનું એક બુંદ (ટીપું) અહીંની ધરતીમાં સમાઈ ગયું, પણ પવિત્ર આંસુના એક બૂદથી ધરતીમાતાના પેટથી જે ચશ્મા (ઝરણા) ફૂટ્યા તેનાથી કટાસરાજ તીર્થનું પવિત્ર તળાવ બન્યું. આ તળાવની સાથે અત્યંત સુંદર કશ્મીરી કળાયુક્ત મંદિર છે.
ઉત્તર-પશ્ચિમી પાકિસ્તાનના હસન અબ્દાલ ક્ષેત્રમાં આ તીર્થની સમીપ શીખોનું શ્રી પંજાસાહિબ તીર્થ છે.
એવું વર્ણન મળે છે કે આ કટાસરાજ તીર્થની આસપાસ કેટલાંક જૈન મંદિર તીર્થ પણ હતાં. તેમાંનું એક છે - સિંહપુર, જ્યાં પાતાલલિંગ નામનું શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર હતું. શ્રી જિનપ્રભસૂરિ કૃત વિવિધ તીર્થકલ્પમાં ઉલ્લેખ છે –
શ્રી સિંદપુર ઢિંકામથઃ શ્રી નેમિનાથ...”
ભારતીય પુરાતત્ત્વના પિતામહ એલેકએંડર કનિંઘમ અનુસાર આ સિંહપુર આજે કટાસની નજીક હોવું જોઈએ. આમ તો કટાસરાજના યાત્રાવિવરણોમાં, આ તીર્થ કોમ્પલેક્ષની પાસે જ નાનકડું જૈન મંદિર હોવાનો ઉલ્લેખ મળે છે.
ઈ.સ. ૬૩૦માં ભારતભ્રમણ માટે ચીનથી આવેલા હ્યુ-એન-સંગે સિંહપુરના ક્ષેત્રમાં જૈન ધર્મનું પાલન કરનારાઓનું વિસ્તૃત વર્ણન કરેલ છે. તેમાં જે શ્રમણો, શ્રાવકો, દેવમંદિરો તથા મૂર્તિઓનું વર્ણન કર્યું છે તે તાંબર જૈન પરંપરા સાથે મેળ ખાય છે. જે સ્થળે મંદિરોના અવશેષ મળ્યા હતા, તે સ્થાનનું નામ પાકિસ્તાનના નિર્માણ પહેલાં મૂર્તિગ્રામ' હતું. સિંહપુરના ખંડેરોમાં વધારે મૂર્તિઓ હોવાના કારણે તેનું નામ “મૂર્તિ ગ્રામરૂપે પ્રસિદ્ધ થયું.
૧૬૫