________________
- - - - પાકિસ્તાનનાં જૈન મંદિરો---------
"जामा मस्जिद । मदरसा दारुल अलमल्कुरान, राजाबाजार, फव्वारा चौक, मीना मार्किट रावलपिंडी"
હા, આ બધું અહીં ઘટિત થયું છે. ૧૬ નવેમ્બર ૨૦૧૩ જુમ્મા મુબારકનો દિવસ. મસ્જિદમાં બંદગી થઈ રહી હતી અને જૂના કિલ્લા તરફ દશમી મોહરમનો શિયા મુસલમાનોનું માતમી જુલૂસ (સરઘસ) હતું. નમાજની બંદગી વખતે જાળવતા મૌલાનાએ કોઈ એવી વાત કરી કે જેથી શિયા લોકો ભડક્યા અને જોતજોતામાં આગ અને ગોળીબારનો ખેલ શરૂ થઈ ગયો. મદરેસા, મસ્જિદ અને મદીના માર્કેટ બળીને રાખ થઈ ગઈ. સાત જણ મસ્જિદમાં મર્યા અને ૧૨ લાશ માર્કેટના કાટમાળમાંથી નીકળી. અબજો રૂપિાની મિલકતને નુકસાન થયું.
જૈન મંદિરનો નાનો ઘુમ્મટ મદરેસા, મસ્જિદ અને મદીના માર્કેટની રાખ પાસે એક જૈન મંદિરનો ઘુમ્મટ દેખાયો. મંદિર પાસેની જમીન પર મદરેસા અને માર્કેટ જોઈ લોકો ચકિત હતા. વકફ બોર્ડવાળાનું કહેવું હતું કે આ મંદિર અમારા કોઈ લિસ્ટમાં નથી. મીડિયાને પણ એક સ્ત્રોત મળી ગયો.
જૈન શ્વેતાંબર મંદિર મસ્જિદમાં રહેલા તથા મદરેસામાં ભણાવનાર મૌલાના અશરફ અલી સાથે મુલાકાત થઈ. તેઓએ બતાવ્યું કે તેઓ અને તેમનો પરિવાર ઇ.સ. ૧૯૪૭થી જૈન મંદિરના વારસોના ઇંતેજારમાં છે. ભાગલાના સમયે જ્યારે હાલત ખરાબ થઈ ત્યારે ત્યાં રહેનારા જૈન પરિવાર પાસેના આ ઘુમટાના મંદિરની ચાવી મને સોંપી ગયા. નક્કી થયું હતું કે જ્યારે પરિસ્થિતિ બદલાશે ત્યારે તે લોકો આવીને મંદિરની ચાવી લઈ લેશે, પરંતુ આજદિન સુધી તેઓ આવ્યા નથી.
મૌલાના જાણતા નહોતા કે તે પરિવાર હવે ક્યાં છે ? કોઈ ધર્મગ્રંથોમાં અન્ય ધર્મોની વસ્તુઓ કે પ્રતીકોનો નાશ કરવાનું કહ્યું નથી. મૌલાના કહેતા હતા કે આઝાદી પહેલાં રાજાબજારમાં હિન્દુઓની સારી વસ્તી હતી. જૈન ફિરકાના લોકો પણ હતા. ગુમટીનમાં મંદિર જૈન લોકોએ બનાવ્યું હતું. મસ્જિદ અને મંદિર પાસપાસે હોવા છતાં કોઈને કંઈ અયોગ્ય લાગ્યું નહીં. ભાગલા દરમિયાન હિંસા ફેલાઈ ત્યારે હિન્દુઓને જીવ બચાવવા અહીંથી ભાગવું પડ્યું. સને ૧૯૯૨ના તોફાનોમાં મારા પરિવારે જાનની પણ પરવા કર્યા વગર આ મંદિરને દંગલબાજોથી બચાવ્યું અને
૧૫૩