________________
----------પાકિસ્તાનનાં જૈન મંદિરો બોલવા લાગે છે અને અનેક સાક્ષીઓ સાથે પ્રસ્તુત થાય છે.
મહમૂદ ગઝનવી સાથે ભારતમાં આવેલ ઇતિહાસકાર અલબની એ ‘કિતાબુલ્ડિંદીમાં ટેક્સલાવાળા લાહોર વિશે લખતાં કોઈ ઉચ્ચનગરનો ઉલ્લેખ કર્યો છે. પછી ઉચ્ચ” નગર એટલું નીચે થયું કે લોકોની સ્મૃતિમાંથી વિસ્મૃત થઈ ગયું! સંશોધન કરવાનાળા પણ એટલા ભટકી ગયા કે કોઈએ તેને કલ્પના કે આશ્ચર્ય કહ્યું, તો કોઈએ ‘અલબસની ગપ્પ” (ગપ્પા) કહી દીધી. ગવાહી (સાક્ષી) આપનારી અલબરુનીનું પુસ્તક કિતાબુલ્લિંદ ખુદ ગુનેગાર બની ગયું! લાગેલા દોષોના ડાઘને કોણ ધોશે ?
અને એક દિવસ પુસ્તકોના પાનાં ઊલટાવતાં જૈન પુરાતન પટાવલિઓ જ ગવાહ (સાક્ષી) બનીને અલબરુનીના ‘કિતાબુલ્જિદના પક્ષમાં ઊભી રહી ગઈ. એક પટ્ટાવલિએ કહ્યું, ‘ભગવાન મહાવીર પછી જૈન ધર્મનો પંજાબમાં ખૂબ ફેલાવો થયો. પશ્ચિમ પંજાબમાં જૈન મુનિઓના શાખાઓનાં નામ આવે છે, જેમાં બે શાખાઓ ખૂબ પ્રસિદ્ધ છે - એક પ્રશ્નવાહક પેશાવર કુલ અને બીજી ઉચ્ચાનગર કુલ.” ગવાહી તો માન્ય હતી, પણ કાચી રહી ગઈ. પેશાવર તો આજે પણ છે, પણ આ ઉચ્ચાનગર ક્યાં ગયું?
બીજી પટ્ટાવલીએ કહ્યું કે, પેશાવર શહેર ગંધાર દેશની રાજધાની રહી ચૂક્યું છે. તે જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર હતું. શ્વેતાંબર જૈનોના ૮૪ ગચ્છોમાં ગંધાર ગચ્છનું ઉચ્ચ સ્થાન હતું. આ ગચ્છે વિક્રમની ૧૪મી સદી સુધી આ ક્ષેત્રમાં ખૂબ ધર્મપ્રચાર
ર્યો. આ બન્ને શાખાઓ આચાર્ય સુહસ્તિના કુળમાંથી જ ઉત્પન્ન થઈ છે. તેના વિશે વિક્રમી ૧૬ અને ૧૭મી સદીના અનેક શિલાલેખ ઉપલબ્ધ છે.
કલ્પસૂત્ર (સમય-ભગવાન મહાવીર પછી ૫૦૦ વર્ષ પછી)માં ઉલ્લેખ છે કે આર્ય શાંતિ સિરોદકે ઉચ્ચનાગર નામના કુળની સ્થાપના કરી. આ શાખાઓનો સમય વિ. ત્રીજી સદી પહેલાનો છે. તે સમયે જૈન રાજા સંયમપ્રભુનું રાજ્ય હતું, જેણે અશોકની જેમ જૈન સાધુઓ જેવા વેશમાં ઘણા પ્રચારકો, જૈન ધર્મના પ્રચાર માટે વિદેશોમાં મોકલ્યા હતા. તેમના ગુરુ આર્ય સુહસ્તિ ભગવાન મહાવીર પછી આઠમી પાટ પર બિરાજ્યા.
માહિતી વિસ્તૃત થઈ અને કેટલાંક નવાં તથ્યો પણ સામે આવ્યાં, જે આ સાબિતીઓને મજબૂત કરે છે. હજુ સુધી આ વાત વચ્ચે રહી ગઈ કે આ ઉચ્ચ
૧પપ)