________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો છીએ.
શ્રી રત્નપ્રભસૂરિ (વિ.સં. ૨૧૨ વર્ષ પૂર્વ), શ્રી કસૂરિ (ઈ.સ. ૧૦૦થી ૧૧૭), શ્રી સિદ્ધસૂરિ (ઈ.સ. ૧૨૦-૧૪૨), શ્રી કક્કસૂરિ (ઈ.સ. ૧૭૫-૨૨૭), શ્રી રત્નપ્રભસૂરિ – ચોથા (ઈ.સ. ૧૪૨-૨૧૧), શ્રી યક્ષદેવ - પાંચમા (ઈ.સ. ૨૫૩થી ૨૭૯), શ્રી કક્કસૂરિ – પાંચમા (ઈ.સ. ૨૭૯-૩૦૦).
તેના પછી ઉચ્ચનગર અહીં જે આચાર્યોનાં પગલાં પડ્યાં તેમાં શ્રી યક્ષદેવ (વિ.સં. ૧૫૦ વર્ષ પૂર્વ), શ્રી સિદ્ધસૂરિ-આઠમા (ઇ.સ. ૬૮૫થી ૭૧૬), શ્રી જિનચંદ્રસૂરિ (ઈ.સ. ૧૨૧૭-૧૨ ૨૧), શ્રી સિદ્ધસૂરિ (ઈ.સ. ૧૨૨૫), મુનિ શેખરસૂરિ (ઈ.સ. ૧૩૪૩), શ્રી જિનદત્તસૂરિ (ઇ.સ. ૧૨૩૮) અને જિનકુશલસૂરિ (ઇ.સ. ૧૩૨૭).
એક વખત ડોન' અખબારના વિદ્વાન કોલમિસ્ટ તનવીર મિર્જા સાથે ઉચ્ચનગર વિશે વાત નીકળી. તેમણે કહ્યું કે, આજે પુસ્તકો સિવાય ઉચ્ચનગર વિશે કોઈ સાબિતીઓ આપણી પાસે નથી. આ વાત કોયડો બની ચૂકી છે. તેમણે પૂર્ણ ભગતના કિસ્સામાંથી પૂર્ણભગતના સાવકા ભાઈ રાજા રસાલૂની કથા સંભળાવી.
રાવલપિંડી પાસે મંગયાલા શહેર હતું, જ્યાંનો ક્રૂર (જુલમી) રાજા દરરોજ એક માણસને ખાતો હતો. આ એ મંગયાલા છે, જ્યાં એક વખત સમ્રાટ અશોકે મહાત્મા બુદ્ધના જન્મદિને ભૂખ્યા સિંહના બચ્ચાઓ આગળ પોતાનું મસ્તક રાખ્યું હતું. પછી આ ઘટનાની યાદમાં એક સ્તૂપ બનાવવામાં આવ્યો..
મંગયાલાના જુલમી શાસક અને તેનો સામનો કરનાર રાજા રસાલૂની કથા (' કિસ્સા પૂર્ણભગત) ખૂબ લાંબી છે. અંતે રસાલુ રાવલપિંડી અને અટકની પહાડી ખેડામૂર્તિમાં રહેવા લાગ્યો. તે સમયે આ જગ્યાએ જૈન ધર્મનું એક મંદિર પણ હતું. આ એ સમયની વાત છે કે જ્યારે એ વિસ્તારમાં બૌદ્ધ ધર્મનો મહિમા હતો. આ જૈન મંદિરની યાદગીરી, અવશેષ અને અહીંની મૂર્તિઓ લાહોરના અજાયબ ઘરમાં મોજૂદ છે.
ખેડામૂર્તિ, ૫૫નાખા, સિંહપુરા, કટાસરાજ તનવીર મિર્જાની વાત સાંભળીને મને પૂર્ણભગતની સગી માતા અચ્છરાનું પિયર શહેર પપનાખા યાદ આવ્યું, જ્યાં આજે પણ શ્વેતાંબર જૈન મંદિર સમગ્ર ગામના ઘરોથી ઊંચું ઊભું છે. જૈન શ્વેતાંબર મંદિરમાં ભગવાન સુવિધિનાથની પૂજા થતી હતી.
'૧૨૭