________________
-------પાકિસ્તાનનાં જૈન મંદિરો------------------ ભગવાન સુવિધિનાથ જૈન ધર્મના નવમા તીર્થંકર છે.
ઉચ્ચાનગર શોધતાં શોધતાં ખુદ હું ક્યાંક ખોવાઈ ગયો. ઇ.સ. તેરમી અથવા ચૌદમી સદી સુધી જે શહેરની નિશાનીઓ મળતી રહી છે, તો પછી તે નિશાનીઓ ક્યાં ખોવાઈ ગઈ ? શું ખેડામૂર્તિ પહાડવાળું જૈન મંદિર ઉચ્ચાનગરનું મંદિર છે ? આ પ્રશ્નનો હજુ સુધી ઉત્તર મળ્યો નથી.
મિયાં અતીક પાકિસ્તાનના યુવા આર્કિયોલોજીસ્ટમાંના એક છે. તેમણે પોતાના સિનિયર આર્કિયોલોજીસ્ટ જનાબ મુજફ્ફર ચૌધરી વિશે કહ્યું કે, તેઓ જૈન ધર્મની પ્રાચીન અવશેષો ટબ્બા પર કામ કરે છે. તેમણે ફોન પર કહ્યું કે, ટેક્સલા, રાવલપિંડી અને ચવાલનાં ક્ષેત્રોમાં અત્યાર સુધી મળી આવનારા ટબ્બાઓમાં સૌથી મહત્ત્વપૂર્ણ ટબ્બા અમને કટાસરાજ નજીકથી મળ્યા છે. અહીં સિંહપુરા ગામ છે. ‘સિંહ સંસ્કૃત અક્ષર છે અને તેનો અર્થ છે “શેર”. આ ટબ્બાના ખોદકામ દરમિયાન મૂર્તિઓ - અવશેષોનો સૌથી મોટો ભંડાર મળ્યો, જેને ૨૬ ઊંટગાડીઓમાં મૂકીને લાહોર લાવવામાં આવ્યો. પછી તેમાંથી ઘણો સામાન દેશની બહાર ચાલ્યો ગયો.
તેમની વાતો સાંભળી મને પ્રાચીન પંજાબમાં જૈન ધર્મના સંદર્ભ યાદ આવી
ગયા -
મહારાજા કુમારપાળનું શાસન ઇ.સ.૧૧-૧૨મી સદીમાં હતું. તેમણે જૈન ધર્મને સરકારી ધર્મ (રાજ્યધર્મ) બનાવ્યો. તેના રાજ્યક્ષેત્રમાં કટાસરાજ અને ઉચ્ચાનગર પણ હતાં. આ રાજાએ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના ઉપદેશ અને પ્રેરણાથી ૧૪૪૦ જૈન મંદિરો બનાવ્યાં અને ૧૬૦૦ જેટલાં મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો.
કટાસરાજ પાસે સિંહપુરામાં આજે પણ આ ટબ્બા વિદ્યમાન છે. તે ટેસલાથી લગભગ ૨૩ માઈલ દૂર છે. સંભાવના છે કે અબેરહાન અલબની ગંડવાલે લાહોરથી ચાલીને અહીં આવ્યો હોય. કારણકે તે કટાસરાજ તો નિશ્ચિત રહ્યો હતો, જ્યાં તેણે સંસ્કૃતનો અભ્યાસ કર્યો અને ‘કિતાબલ્ડિંદ'ની રચના કરી.
“મધ્ય એશિયા અને પંજાબમાં જૈન ધર્મ” પુસ્તકમાં શ્રી હીરાલાલ દૂગડ લખે છે કે, “ચતુર્વિશની જૈન મહાતીર્થ ગ્રંથમાં શ્રી જિનપ્રભસૂરિએ સિંહપુરામાં શ્રી નેમિનાથ અને શ્રી વિમલનાથના મંદિરોનો ઉલ્લેખ ર્યો છે. વિ.સં. ૧૭૨૮ (ઈ.સ. ૧૬૭૨)માં જૈન યતિ કીર્તિસમુદ્ર ઋષિએ સિંહપુરમાં કેટલાય જૈન ગ્રંથોની પ્રતિલિપિ લખી હતી.
૧૫૮