________________
-------------પાકિસ્તાનનાં જૈન મંદિરો----------------- નાગર ક્યાં છે ?
ઉચ્ચનાગર-કુલ ઉચ્ચનગર નામનું કારણ બન્યું. પ્રસિદ્ધ ચીની ઇતિહાસકાર ફાહ્યાન અને જૈન ઇતિહાસન્ન મુનિ કલ્યાણવિજયજી અનુસાર આ નગર ટેક્સલાની સમીપ હતું, આમ વિગતો થોડી વધુ મળી.
ઉચ્ચનગરીનું વિવરણ વિ. બારમી બારમી-તેરમી સદીમાં થયેલા કલ્યાણકારી આચાર્ય જિનપ્રભસૂરિએ પોતાના ગ્રંથ “વિવિધ તીર્થકલ્પ'માં ખૂબ સુંદર ઢંગથી કર્યું છે. તેઓના અનુસાર આ સ્થાન જૈન ધર્મનું મોટું તીર્થ હતું. ઉચ્ચનગરીમાંથી મળેલી પ્રાચીન જૈન મૂર્તિઓ લાહોરના મ્યુઝિયમમાં સુરિક્ષત છે.
ઉચ્ચનગરમાં જૈન યતિ શ્રી સમયસુંદરજી જૈન યતિએ વિ.સં. ૧૬૬૭ (ઈ.સ. ૧૬ ૧૦)માં ઉચ્ચનગરમાં ‘શ્રાવક આરાધના” નામનો ગ્રંથ લખ્યો હતો. અન્ય પુરાવા અનુસાર ઘણા ઓસવાલ પરિવાર રાજસ્થાનથી આવીને અહીં વસ્યા હતા. તે સમયે અહીં ૧૦૦ પરિવાર હતા. ૧૩મી સદી સુધી આ પરિવાર અહીં વસેલા હતા.
માનદેવસૂરિ (લઘુશાંતિ સ્તોત્ર) એક વાર આ સ્થાન પર ભયંકર બીમારી ફેલાઈ. બીમારી ટેસલા સુધી પહોંચી ગઈ. ઉચ્ચનગર અને ટેક્સલા વચ્ચે માત્ર ૨૩ માઈલનું અંતર છે. બીમારી ઘણી ફેલાઈ. આચાર્ય મનાદેવસૂરિજીએ લઘુશાંતિ’ સ્તોત્રની રચના કરી અને લોકોને આ ભયાનક બીમારીથી છૂટકારો મળ્યો.
સિકંદર અને જૈન મુનિ એક ગ્રંથે માહિતી આ રીતે આપી કે આવો, થોડા પાછળ જઈએ. જ્યારે સિકંદરે (૩૨૬ ઇ.પૂ.) યૂનાનથી આવીને આ નગર પર આક્રમણ કર્યું ત્યારે તેનું મિલન જૈન મુનિ કલ્યાણજી સાથે થયું. મુનિની વાતોથી સિકંદર ખૂબ પ્રભાવિત થયો, ત્યાં સુધી કે તે મુનિને પોતાની સાથે લઈ ગયો. યૂનાનીઓએ તેમનું નામ “કાણસી' લખ્યું છે. તેઓની સમાધિ એન્િજમાં છે. દાનવીર પઠડશાહે ૮૪ જૈન મંદિરો વિભિન્ન શહેરોમાં બંધાવ્યાં. આ શહેરોમાં પેશાવર અને ઉચ્ચનગર પણ સામેલ છે.
ટેક્સલા અને ઉચ્ચનગરમાં અનેક ઋષિમુનિ પધાર્યા, જેમનાં નામોએ ઇતિહાસના પાનાને સુશોભિત કર્યા. પ્રથમ ટેક્સલા પધારનાર આચાર્યોનું વર્ણન કરીએ
(૧૫૬