________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો સુરિક્ષત રાખ્યું. (મંદિર એવું લાગે છે કે કોઈ યતિજી દ્વારા નિર્માણ પામ્યું હોય !)
મેં હોટલની છત પરથી રાવલપિંડી શહેરને જોયું. ઊંચા મહેલો, મેડીઓ, મોટા મોટા બાગ, ગુરુદ્વારાના ગુંબજ, મસ્જિદોના મિનાર, મંદિરોના કળશ - બધી ઇમારતોની ઓળખ બનેલી હતી. અમે અને મીડિયાવાળા નીચે ઊતર્યા.
ભાવડા બજાર નદીમ ઉમરની સાથે અમે બધા જૂના કિલ્લા તરફ ઘાટી ચઢવા લાગ્યા. આ પ્રાચીન રાવલપિંડી છે. પછી એક-બે વળાંકો લઈ અમે રાવલપિંડીના ભાવડા બજારમાં પહોંચ્યા. ચારેબાજુ રોનક. ઊંચાં ઊંચાં મકાનો અને નાની ગીચ ગલીઓ – કોઈ કોઈ ગલીમાં ઉદાસ ઊભેલું મંદિર દેખાતું હતું
“આ આખો હિન્દુઓનો મહોલ્લો છે. એટલે તેની દરેક ગલીમાં તમને મંદિર દેખાય છે. અમારી ટીમના એક સભ્ય કહ્યું.
અમે આ ગલીઓમાંથી સીધા લાલ હવેલીમાં પહોંચી ગયા. ત્યાંથી લિયાકત બાગની અંદર એન.એ.સી.ના કાર્યાલય પહોંચ્યા.
દિગંબર જૈન મંદિર, રાવલપિંડી-કૅટ કંટનું દિગંબર જૈન મંદિર આજે પણ ઉચ્ચ શિખર સાથે ઊભું છે. તેનો રંગ કાળો પડી જવા છતાં પણ તે એક વારસાગત સ્મૃતિ તેની પૂજા કરનારાઓ માટે છે. પહેલા માળની ઈંટોની દીવાલથી ઉપર ઉઠતાં શિખરનું આર્ટવર્ક ખૂબ સુંદર છે. અંદર મૂતિઓની જગ્યાએ હવે ઘર વસેલાં છે. તક્ષશિલાન્ટેક્સલા, પેશાવર, પ્રાચીન લાહોર, ગંધાર અને ઉચ્ચનગર
પાણિની રાવલપિંડીથી આગળ ટૅક્સલા, પછી પેશાવર અને તેની વચ્ચે છે – પ્રાચીન લાહોર કે જ્યાં પાણિનીનો જન્મ થયો હતો. પરમવિદ્વાન પાણિનીએ ભાષાના સર્વપ્રથમ વ્યાકરણની રચના કરી હતી. પાછળથી આ ધરતી પર પેદા થયેલા શાસકોએ તે લોકભાષાને ખતમ કરી નાખી.
તક્ષશિલા (ટેક્સલા)ની પણ પોતાની કથા છે, જેના વિશે જૈન ઇતિહાસકારોનું કહેવું છે કે પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના સુપુત્ર બાહુબલી ટૅક્સલાના પ્રથમ રાજા હતા.
પુસ્તકો અજાણ કાગળો પર લખવામાં આવે છે. તેની સ્યાહી (સહી) અને કલમ પણ અજાણ હોય છે, પરંતુ સમય આવતાં આ અજાણ અને મૂંગાં પુસ્તકો
૧૫૪