________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૫૩
રાવલપિંડી પર્વે જિસે ને આ સમા હિરા ... • રાવલપિંડી (શ્વેતાંબર, દિગંબર મંદિર તથા સ્થાનક) • ટેક્સલા (ભગવાન બાહુબલી, બૌદ્ધ ભિક્ષ) તક્ષશિલા • પેશાવર, ઉચ્ચનગર, કંધાર, સિંહપુર, કટાસરાજ • જૈન મુનિ તથા સિકંદર • હેમૂ (દિલ્હીના સિંહાસન પર જૈન બાદશાહ) • માનદેવસૂરિ (લઘુશાંતિ), પાણિની • ભાવડા બજાર તથા સ્થાનક
રાવલપિંડીમાં કરફ્યુનો આજે બીજો દિવસ હતો, પણ મારે તો કોઈ પણ હાલતમાં ઈસ્લામાબાદ પહોંચવું હતું. કરફ્યૂની મારા પર કોઈ અસર નહીં થાય, છતાં એક ડર તો હતો જ. ૧૬ નવેમ્બર, ૨૦૧૩નો દિવસ ખૂબ ભયાનક દિવસ. સવારે છાપું વાંચતાં જ દિલ કંપી ગયું.
આ ભયાનક કાંડ થયે આજે ત્રીજો દિવસ હતો. એન.સી.એ. ઇસ્લામાબાદ કેમ્પના પ્રિન્સિપાલ નદીમ ઉમરતાર્ડ તથા તેઓની રિસર્ચ ટીમની સાથે રાજાબજારના ચોક ડિંગી ખૂઈમાં હું પણ હાજર હતો. બળી ગયેલી ઈમારતો, સડક પર માનવીના લોહીના ધબ્બા, પોલીસ, ફોજ અને અન્ય સુરક્ષાકર્મી જવાનોએ આ આખા વિસ્તારને ઘેરી લીધો હતો. અમારું કાર્ડ જોઈને અમને આગળ જવાની પરવાનગી મળી. સડક પર લાગેલ પડાવ (મંડપ)થી આગળ અમે જઈ શકતા નહોતા, પણ અમારી સાથે વિદેશી મહિલાઓને જોઈને લશ્કરવાળાઓએ મને સામેની એક હોટલની છત પર જવાની પરવાનગી આપી.
ચોથા માળની છત પરથી બધું સ્પપષ્ટ દેખાતું હતું. એક મોટી છ માળની બનેલી ઇમારત માટીનો ઢગ બનીને પડી હતી. ક્યાંક ક્યાંકથી ધુમાડો નીકળતો હતો. અમારા પહોંચવાના બે કલાક પહેલાં જ કાટમાળમાંથી અડધી બળેલી લાશ નીકળી હતી. રાજાબજાર તરફ બળી ગયેલા એક બોર્ડ પર લખ્યું હતું -
૧૫૨