________________
-પાકિસ્તાનનાં જૈન મંદિરો-------------- સૌથી ઊંચી ઈમારત જૈન મંદિરમાં છે. પોતાની વાત કહીને તે આગળ નીકળી ગયો.
મંદિરની ઈમારત ઘર જેવી હતી. દરવાજા પાસે એક નાનો રસ્તો, જેની બન્ને બાજુ પગથિયાં હતાં, સીડીઓના દરવાજા પણ લાકડાના હતા.
દરવાજાની બિલકુલ સામે એક કસાઈની દુકાન. ત્યાં બેઠેલી વ્યક્તિની સામે નાની-મોટી છરીઓ અને કાંટાથી લટકાવેલું માંસ. મેં તેની તસવીરો લીધી.
‘તમે આ શું કરો છો?' ફોટા પાડી રહ્યો છું.' ‘શા માટે ?'
આ ઘરનો દરવાજો સારો લાગ્યો, માટે.’ આવા બીજા અનેક ઘર ગલીમાં છે – જૂના જમાનાનાં.” ‘આ જૈન ભાવડાઓનું મંદિર હતું. હવે તો ઘર છે.” “કાણ રહે છે આમાં?' ‘તે લોકો કે જેમને આ મકાન આપવામાં આવ્યું છે.' ‘અંદર જઈ શકું?'
“ખબર નથી. અત્યારે પુરુષો ઘરમાં નહીં હોય. આમેય આ પડદાવાળું ઘર છે. તેની વાતમાં સ્પષ્ટ ઈનકાર દેખાતો હતો.
હું તેને અંદરથી જોવા માગતો હતો. કેટલા રૂમ કેટલું મોટું છે, દીવાલોની ફેસ્કોજ, હોલ, મૂર્તિઓનું સ્થાન વગેરે, પણ હવે આ મંદિર નહીં, ઘર છે.
- સિંધના હાલાનગરનું આ મંદિર. અહીં જૈનોની અવરજવર રહેતી હતી. જૈનોના તેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું આ મંદિર કે જેમાં પાષાણથી બનેલી ૧૦ અને ધાતુની ૧૨ મૂર્તિઓ હતી. સાથે એક ઉપાશ્રય પણ હતો. હાલામાં યતિ શ્રી બુદ્ધિચંદ્ર – જ્ઞાનચંદ્રના પ્રાચીન ગ્રંથોનો ભંડાર પણ હતો. એક જૈન શાળા પણ હતી. રાધનપુર, પાલી, જેસલમેરથી આવીને જૈન લોકો અહીં વસ્યા હતા. મુનિ વિદ્યાવિજયજી જ્યારે ૧૯૩૭માં અહીં આવ્યા ત્યારે
સ્થાનકવાસી તથા થતાંબર મૂર્તિપૂજકોનાં ૨૫-૩૦ ઘર અહીં હતાં. મંદિર તથા ઉપાશ્રય પણ હતાં.
૧૫૦