________________
--
---પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : પર
હાલા (ન્યૂ હાલા) હૈદરાબાદ પછી મારો આગળનો પડાવ હાલા' હતો, જ્યાંના શ્વેતાંબર જૈન મંદિરોની હું શોધમાં હતો. હૈદરાબાદથી વ્હાલા સુધી સેંકડો કિલોમીટરની સફર !
આ સફરમાં મારી સહાયના માટે તાજ જોયો એ હૈદરાબાદથી પોતાના કાર્યાલયના એક માણસને મારી સાથે મોકલ્યો હતો. હાલામાં અમારે સિંધી કથાઓના વિખ્યાત લેખક મહમૂદ બુખારીના સહયોગથી જૈન મંદિર સુધી પહોંચવું હતું. તેને મળીને અમને આશા બંધાણી કે અહીં અમને નિરાશા નહીં સાંપડે !
હૈદરાબાદથી મારી સાથે આવેલી જરવાર નામની વ્યક્તિ સાથે હાલાના બજારમાં નીકળ્યા. બજારથી એક ગલીમાં પહોંચ્યા - એક નાની ગલી.
આ મને હિન્દુ મહોલ્લો લાગે છે'. “હા, લાગે છે તો એ જ'.
એક વ્યક્તિ ઘરેથી નીકળી અમારી નજીકથી પસાર થતો હતો. જરવારે પૂછ્યું, “અહીં હાલામાં કોઈ જૈન મંદિર છે ?”
‘ના’.
જરવારે સિંધી ભાષામાં તેને કંઈક પૂછયું તો તેણે પોતાનું નામ મનોજકુમાર બતાવ્યું.
આ ડાબી બાજુનું બજાર ભાવડાચોક છે. તેની વાત પરથી મને લાગ્યું કે અવશ્ય અમે જૈન મંદિર સુધી પહોંચી જઈશું.
મનોજકુમારે કહ્યું કે, હું ચોક સુધી તમારી સાથે આવીશ. ત્યાંથી તમે આગળ અને હું પાછળ રહીશ. હું બોલીને તમને જૈન મંદિરની ઓળખાણ કરાવીશ. આંગળી કે સંકેત નહીં કરું.
આગળ જતાં ચોકમાં ઊભા રહીને તેણે કહ્યું કે, આ જમણા હાથવાળી
૧૪૯