________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૫૧
હૈદરાબાદ (સિંધ) લાહોરથી કરાચીની લાંબી સફર અને રણછોડ લાઈનના જૈન મંદિરના ખોવાઈ જવાની પીડા ! હવે હું વધારે આરામ કર્યા વગર જ હૈદરાબાદ જઈ રહ્યો હતો - ઇન્સાનરૂપી ગાઢ જંગલોમાં એકલો જ.
હૈદરાબાદ નગર સિંધ સૂબાનું બીજું મોટું શહેર છે. સિકંદરના પહેલાં તે ‘રુણ અથવા “અરુણપુર” તરીકે ઓળખાતું. ત્યારે અહીં બૌદ્ધ ધર્મની બોલબાલા હતી. અહીંના બૌદ્ધ રાજાએ સિકંદર સાથે સમજૂતી (સંધિ) કરી લીધી. એમ પણ કહેવાય છે કે બૌદ્ધોની સાથેસાથે તે સમયે જૈન ધર્મના અનુયાયીઓ પણ મોટી સંખ્યામાં રહેતા હતા.
મુસલમાનોના સિંધ પર પ્રથમ વખતના આક્રમણ (મોહમ્મદ બિનકાસમ દ્વારા) સમયે પણ અહીં જૈનોની સારી વસ્તી હતી અને અહીંનો રાજા (દાહિર) પણ જૈન હતો. તેનું પ્રમાણ નીચેના વિવરણ પરથી મળે છે –
ELLIOT HISTORY OF INDIA. VOL-1માં લખ્યું છે –
Muslims first attacked Sindh and found it full of people called 'sramanas'. (P.P. 146 - 158) The ruler of Sindh of that time was also a follower of Sramanas who observed vow of Ahimsa minutely and had great confidence in this Predication. (P.P. 158-161).
હૈદરાબાદમાં રહેતા સિંધી ભાષાના પ્રખ્યાત લેખક તાજ જોયો’ની ઓફિસમાં પહોંચ્યો. ઓરડામાં ટેબલ પર પુસ્તકો, ફાઈલો અને કાગળો. તેની વચ્ચે બેઠા હતા - તાજ જોયો. સેંકડો પુસ્તકો તેમના હાથમાંથી પસાર થયાં હશે. હજારો લોકોથી પરિચિત હતા.
૧૪૬