________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
‘ભાઈસા’બ, અત્યારે આ વિસ્તારમાં જૈન મંદિર વિશે તો કોઈ માહિતી મળતી નથી. મારું માનવું છે કે, જ્યારે જૈનો અહીંથી ચાલ્યા ગયા, તો ખાલી મંદિરને કોઈએ પોતાનું ઘર બનાવીને તેની શકલ બદલી નાખી હોય અથવા બની શકે છે કે હવે તે હિન્દુ મંદિર હોય.’
એક આધેડ વયની વ્યક્તિ કે જે અમારી વાતોમાં રસ લઈ રહી હતી તે મદનલાલની નજીક આવીને કહેવા લાગી કે, મારા દાદાજી આ રણછોડ લાઈનમાં રહેતા હતા. મને યાદ છે કે તેમની પાસે અહીંના જૈન મંદિરો તથા કેટલાક પરિવારોના ફોટાઓ હતા. અહીંના એક-બે જૈન પરિવારો સાથે તેમની સારી મિત્રતા હતી. મદનલાલના કહેવાથી તે પોતાના ઘરેથી જૂના ફોટાઓ લેવા ગયો અને થોડી વાર પછી જૂના કાગળમાં વીંટેલું એક નાનું બંડલ લઈને આવી ગયો.
તેમાં રણછોડ લાઈનના પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિરના ફોટા તથા અન્ય બે ફોટાઓ જોઈને એમ લાગ્યું કે ખરેખર અમે તે મંદિરમાં જ ઊભા છીએ !
ખૂલ્લા ચોકમાં મંદિરનું પ્રવેશદ્વાર. મધ્યમાં સફેદ સંગેમરમરનો ૧૧ ફૂટ ઊંચો તથા ૮ ફૂટ પહોળા પ્રવેશદ્વાર પર શિલ્પકળાનું કામ અને સાથે લાકડાની દેરી તથા દરવાજા પણ ભારે અને ડિઝાઈનવાળા ! મંદિરનું કુલ ‘ફ્રન્ટ’ ૩૬-૪૦ ફૂટ હતું. અમને જૈન મંદિર ન મળ્યું પણ તેના ફોટા અમને જરૂર મળ્યા.
હું વિચારતો હતો કે સમય શું નથી કરાવતો! મંદિર તો શું, સમયની સાથે નદીઓ પણ અલોપ થઈ જાય છે ! પાછળ રહી જાય છે કથાઓ, જે ધાર્મિક પુસ્તકોનાં પાત્રો બની જાય છે.
રણછોડ લાઈન-કરાચીવાળું જૈન મંદિર. ખબર નથી કે હવે તે હિન્દુ મંદિર છે અને તેમાં બીજી અન્ય મૂર્તિઓ બિરાજમાન છે ! ૭૦ વર્ષમાં તેને (મંદિરને) પાડી નાખવામાં આવ્યું હશે કે ત્યાં કોઈએ ઘર વસાવ્યું હશે ! કોઈ સ્કૂલ બની ગઈ છે કે બીજું કાંઈ ? ઇતિહાસ ચૂપ છે, પણ કથા રહી જાય છે. જેમ કે આ રણછોડ લાઈનવાળા મંદિરની, કે જે આજે સમયના અથાગ સાગરમાં વિલીન થઈ ગયેલ છે. મુનિ વિદ્યાવિજયજી ૧૯૩૭-૩૯માં કરાચી પધાર્યા ત્યારે અહીં જૈનોનાં ૬૦ ઘર હતાં. દેશવિભાજન (૧૯૪૭) સમયે મોટા ભાગના પરિવારો સ્થળાંતર કરીને
૧૪૪