________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
-
--
પ્રકરણ : ૫૦
કરાચી લાહોરથી કરાચીની સફરમાં મારી પાસે મશહૂર કવયિત્રી સારા શગુતા'નું પુસ્તક હતું. કેટલીક વાર લાગ્યું કે “સારા” જાણે મારી સાથે વાતો કરતી હોય!
હું કરાચીનું જૈન મંદિર શોધવા નીકળ્યો હતો. સારા'ની આ પંક્તિઓ સફર દરમિયાન મારા મગજમાં ધૂમતી રહી –
"इंसान की दुकान से कपड़े धुलवाए थे । पहनते ही कपड़ों में से आवाज आई कि ये अपवित्र हैं । पलीत हैं । और फिर वो नंगों की चादर बन પણ ' એક બીજી પંક્તિ -
'अक्ख रंगी चंगी अग्ग नंगी चंगी
मैं नंगी चंगी।' અર્થાત્ આંખો Colourful જ સારી લાગે છે. આગ તો ખુલ્લી (ઢાંક્યા વગરની) યોગ્ય છે. હું પણ ખુલ્લી જ સારી છું.
જૈન ધર્મના (એક આમ્નાયમાં) સ્ત્રીને ભગવાનની (તીર્થંકરની) પદવી આપી છે. તે તીર્થકરની મૂર્તિ વસ્ત્રરહિત પણ હોય છે.
“સારા. કરાચી .... ભગવાન મલ્લિનાથ અને ભગવાન મહાવીર .... બધા દિગંબર.
લાહોરથી કરાચીની સફર ૧૮ કલાકની હતી. કરાચીના જૈન મંદિરો વિશે મેં અગાઉથી વાંચ્યું હતું કે ત્યાં “રણછોડ લાઈન વિસ્તારમાં જૈન મંદિર છે. આ વિસ્તાર એકદમ પછાત અને પ્રાચીન છે. વિ.સં. ૧૯૮૦ (ઈ.સ. ૧૯૨૩)માં આ મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી તથા તેમાં મૂળનાયક પાર્શ્વનાથ (શ્યામ વર્ણ) ભગવાનની મૂર્તિ છે.
સંવત ૧૯૧૧માં અહીં વસેલા ગુજરાતી પરિવારોએ (સોલજર બજારમાં
૧૪૨