________________
- પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૪૯
કરંઝર (સિંધ), ડબલપુર, બોડસિંધ, કિલ્લો ફોલડા
કરુંઝર (સિંઘ) પહાડોની ઊંચી-નીચી ચટ્ટાનમાં બનેલા આ અતિભવ્ય જૈન મંદિરનો ઉપરનો માળ તથા શિખર પડી ચૂક્યાં છે. માત્ર ખુલ્લું ‘સહન’, મૂર્તિ રાખવાનો ઓરડા (મૂળ ગભારો) જ બચ્યાં છે. તૂટેલી-ટેલી હાલતમાં બાકી બચેલા મંદિર તથા મૂર્તિસ્થાનને જોઈને ઉદાસ થઈ જવાય છે અને સાથે તેને બનાવનાર અને પૂજા કરનારાઓ પ્રત્યે મસ્તક પણ ઝૂકે છે. નાનકડા કિલ્લાનો આ વિસ્તાર, થારપારકર જિલ્લાનો જ હિસ્સો છે.
ડબલપુર ડબરેલ પણ એક પ્રાચીન શહેર છે. તેની રોનક હવે ભૂતકાળ બની ગઈ છે.
જૈન ગ્રંથોમાં તેનું નામ આવે છે કે આચાર્ય રત્નપ્રભસૂરિ (ચતુર્થ) (સમય વિ.સં. ૧૯થી ૨૧૮) સિંધમાં વિહાર કરેલો અને ડબરેલમાં પણ પધાર્યા હતા. ફરી તે આચાર્યની પરંપરાના આચાર્ય રત્નપ્રભસૂરિ (સમય વિ.સં. ૪૦૦-૪૨૫)એ ડબરેલ નગરમાં ચાતુર્માસ કર્યું હતું. આચાર્ય સિદ્ધસૂરિ (છઠ્ઠા, સમય વિ.સં. પ૨૦-૫૫૦)એ અહીં ચાતુર્માસ કર્યું અને સાત મહિલાઓ અને કેટલાક પુરુષોને દીક્ષા આપી હતી. સિદ્ધસૂરિજીએ (આઠમા, વિ.સં. ૭૨૪-૭૭૮) પણ ચાતુર્માસ કર્યું હતું.
મહમૂદ ગજનવીના આક્રમણ પહેલાં અહીં જૈન આચાર્ય તથા મુનિઓ આવતા રહ્યા અને ચાતુર્માસ પણ કરતા હતા. અહીં જૈન મંદિરનું કોઈ નામોનિશાન પણ રહ્યું નથી.
બોહડ (સિંધ) થારપારકર બોહડ ગામનું આ જૈન મંદિર આજે પણ છટાપૂર્વક ઊભું છે.
૧૪૦