________________
-------પાકિસ્તાનનાં જૈન મંદિરો------------------ શિખર અને તેનો કળશ બહારથી જ નજરે પડે છે. ધરતીથી ઉપર સુધી શિખરની ચમક આજે પણ જળવાયેલી છે. મુખ્ય શિખરમાં જ ચાર નાનાં શિખરો સમાવિષ્ટ છે. મંદિરનો મુખ્ય દરવાજો વિશાળ અને સંગેમરમરનો છે. દરવાજાની બહાર એક તરફ દાદાગુરુની સમાધિ છે. બધું જીર્ણ થઈ રહ્યું છે. સૌથી શ્રેષ્ઠ, સુંદર અને પ્રભાવશાળી છે તેના મૂળ ગભારાની વેદી. વેદીમાં ભરેલા રંગો, ડિઝાઈન, શુદ્ધ સોનાનું સોનેરી જડાકામ-ભાગ્યે જ આવી સુંદર વેદી અન્યત્ર જોવા મળે. બોહડ ગામ નવાબ શહેરથી ૫૦ કિ.મી. દૂર છે.
કિલ્લો ફોલડા પાકિસ્તાનના બહાવલપુર રાજ્યમાં યજમાન મંડીથી દેરારિ જતા રસ્તામાં કિલ્લો ફોલડા છે. આ કિલ્લામાંથી જૈન મૂર્તિઓ મળી આવી છે. અહીં લાંબા સમય સુધી જૈનોની વસ્તી હતી. જૈન સાધુ તથા જૈન યતિઓ પણ અહીં આવતા હતા.
૧૪૧