________________
-----------પાકિસ્તાનનાં જૈન મંદિરો---------------
વીતેલાં બે હજાર વર્ષોમાં દીવાલો તથા કિલ્લાના અનકે પથ્થર, ઇંટો તથા અન્ય સાધનો પર સમયનો માર, આક્રમણકારીઓના ઘોડાઓની ચહલપહલ તેમ જ ગરમી અને વરસાદની અસર સ્પષ્ટ દેખાતી હતી. હવે તે નાના નાના ઠીકરા (પથ્થરના ટુકડા) બની ગયા હતા. મારા પગમાં એક ઠીકરી ટકરાઈ અને તેણે પ્રશ્ન પૂછ્યો -
“ક્યાં જાઓ છો? હું સદીઓથી અહીં પડી છું. આ કિલ્લાની બુનિયાદ મારાથી થોડા સમય પહેલાં રચાઈ હતી. મને યાદ છે કે શ્રી દેવગુપ્તસૂરિજી (દશમા) વિ.સં. ૧૩૧૭ (ઈ.સ. ૧૨૫૦) પહેલાં અહીં આવ્યા હતા. ઈ.સ. પપ૯માં રાજા મન્દીમરાય અહીંના શાસક હતા. પછી ૩૦૦ વર્ષ પહેલાં જૂના કિલ્લા પાસે નવો કિલ્લો અસ્તિત્વમાં આવ્યો. આ ઉમરકોટ પણ એક સમયે જૈનોનું મુખ્ય કેન્દ્રસ્થાન હતો. પાકિસ્તાનનું નિર્માણ થયા અગાઉ અહીં એક શ્વેતાંબર જૈન મંદિર અને ૧૫૨૦ જૈનોનાં ઘર હતાં.
ઉમરકોટના એક સરકારી બંગલામાં ગૌડી મંદિરના કોટના પથ્થર લગાડવામાં આવ્યા છે. પાસે જ એક નાનકડું સરકારી મ્યુઝિયમ છે, જ્યાં પારી તથા વીરવાહના જૈન મંદિરોની મૂર્તિઓ તથા અવશેષો રાખવામાં આવ્યા છે.
આ યાદોને આપણે ઇતિહાસ કહી શકીએ કે જે લખાય છે અથવા સ્મૃતિમાં રખાય છે.
g
(૧૩૯