________________
- પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૪૭
ભોદેસર ભોદેસર અને નગરપારકર વચ્ચે માત્ર બે કિલોમીટરનું અંતર હતું. ત્યાં મહમદ ગઝનવીએ પથ્થરોની મસ્જિદ બનાવડાવી હતી. જૈન મંદિરો અને આ મસ્જિદની બનાવટમાં વધારે તફાવત દેખતો નથી.
ભોડી રાજાએ આ શહેર વસાવ્યું હતું. તે સમયે અહીં ત્રણ હજાર જેટલાં ઘર જૈનોનાં હતાં. તેઓ ખૂબ ધનવાન હતા. ભોદેસર અહીંના જૈનોનું સૌથી પવિત્ર તળાવ હતું. એવી પણ માન્યતા છે કે ભોડીનું ખરું નામ ભદ્રેસર હતું. જૈનોનું એક મંદિર અને તેના ચાર હેરુ (વ્યાખ્યાન પીઠિકા કે વ્યાસપીઠ) હજુ સુધી હયાત છે. ટેરું' તે છે કે જ્યાં બેસીને લોક-પરલોકની વાતો કરવામાં આવે, પરમાત્માની કથા સંભળાવાય.
ભદેસરમાં ભગવાન શાંતિનાથનું મંદિર હતું. ભૂતકાળનું સ્મરણ કરાવતું અહીંનું સ્થાપત્ય, બહારનું કલાત્મક બાંધકામ તથા અંદર કેટલીય જગ્યાએ કારીગરીના અવશેષો, સુંદર ગોખલા તથા આકર્ષક ભીંતચિત્રો હવે જીર્ણ થઈ ચૂક્યાં છે.
મંદિરનું શિખર ૪૦ ફૂટ ઊંચું બનાવવામાં આવ્યું હતું. વર્તમાન મંદિરની મૂર્તિ ખંડિત થઈ ચૂકી છે તથા દીવાલોનું શિલ્પકામ ઊખડી ગયું છે.
૧૩૭