________________
------પાકિસ્તાનનાં જૈન મંદિરો
--
પ્રકરણ : ૪
વીરવાહ તથા પારીનગર વીરવાહ એક નાનકડું શહેર છે, જેમાં બધા જૈનો રહેતા હતા. કહેવાય છે કે, જ્યારે અહીંથી થોડે દૂર સ્થિત પારીનગર બંદર હતું, તો પંજાબ તરફથી એક નદી હાકડા (સરસ્વતી) આ ગામની પાસે જ સમુદ્રમાં ભળી જાય છે. પછી સમુદ્ર પાછો હટી ગયો ત્યારથી મારીનું બંદર ઉજ્જડ થઈ ગયું. પારીમાં લુહાર, રાજપૂત અને જૈનોનાં કુલ પાંચ હજાર ઘરો હતાં તેમાં ૨૦૦ ઘર જૈનોનાં હતાં. અહીં ઓસવાલ તથા પરમારોનું શાસન હતું અને જૈનો ધન-દોલતના માલિક હતા. ઈ.પૂ. ૫૦૦ વર્ષ આ નગર મોટું બંદર હતું.
આ સ્થાનનું નામ વીરો છે અને વાહ તે નદી (હાકડા)ના કારણે કહેવાય. છે. વીરવાહ એક ઝરણાના કિનારે વસેલું છે. અહીંથી કચ્છના સમુદાય દેખાય છે. એ બધા જૈનોના સમુદાય છે.
વીરવહામાં જૈનોનું એક સુંદર મંદિર છે, જ્યાં ભગવાન શષભદેવની મૂર્તિ હતી. મૂર્તિની આંખોમાં એવા કાચ જડેલા હતા કે તે અંધારામાં પણ ચમક્તા હતા. બને બાજુ નાની-મોટી મૂર્તિઓ હતા. અત્યારે કોઈ મૂર્તિ નથી. મંદિરના પથ્થરો પણ ગલીઓમાં કચડાતા ફરે છે !
પારીનગરમાં એક જૈન યતિ મંધુ રહેતા હતા. તેને સ્વપ્નમાં સંકેત મળ્યો કે શહેરના અમુક સ્થળે ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ ધરતીમાં છે. મૂર્તિને કાઢીને અહીં મંદિર બનાવડાવો. જમીનથી લગભગ ૧૨ ફૂટ નીચે તે મૂર્તિ પ્રાપ્ત થઈ. ધરતીમાંથી મળેલા ધન વડે યતિજીએ અહીં મંદિર બનાવડાવ્યું અને શ્વેત પાષાણની ૧૧ ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના કરી. મૂર્તિના કંઠ પર હીરાની કણિકા લગાવેલી હતી, બે હીરા વક્ષસ્થળ પર હતા. પૂર્વે અહીં છ જૈન મંદિરો હતાં. બુઝુર્ગો કહે છે કે મહાત્મા ગાંધીજીના પૂર્વજો આ પારીનગરના વતની હતા. હું ધ્યાનપૂર્વક મૂર્તિસ્થાનને જોઈ રહ્યો હતો. કેવો હશે તે રોનકવાળો સમય !
જાણે આખું સ્થાન જાદુનગરી છે. આવનારાઓને પોતાના જાદુમાં જકડી લે છે. વીરવાહના પ્રાચીન જૈન મંદિરોનો વૈભવ, કલા, સ્થાપત્ય, શિલ્પ અને સજાવટ હજુ સુધી જળવાયેલાં છે. હું તો તેમાં એવો ખોવાઈ ગયો કે નજર હટાવવાની ઇચ્છા જ થતી નહોતી! તે કારીગરો અને તેમનાં ઓજારોને સલામ, જેઓએ આ મંદિરોને આકર્ષક બનાવ્યાં હતાં.
૧૩૬