________________
પ્રકરણ : ૪૫
પાકિસ્તાનનાં જૈન મંદિરો
‘નગરપારકર’
રાતના પાછલા પહોરમાં અમે નગરપારકરના બજારમાં પહોંચ્યા. અગાઉથી જ એક સરકારી ગેસ્ટ-હાઉસ બુક કરાવ્યું હતું. અહીં ત્રણ દિવસ રોકાવાનું હતું.
નગરપારકર તો મને નવો સંસાર લાગતો હતો. સફરનું જંગલ તો પાછળ રહી ગયું. આ શહેરની ચારેબાજુ પહાડ હતા. દુનિયાના પહાડો કરતાં અહીંના પહાડ અલગ હતા. પહાડના દરેક શિખરના સફેદ, ઘડાયેલા પથ્થરોમાંથી માનવીય અવાજો સંભળાતા હતા.
પાકિસ્તાન રેંજર્જનો એક જવાને અમારી પાસે આવીને કહ્યું કે, અહીં ફોટો તથા વીડિયો ઉતારવાની સખત મનાઈ છે. આ નાનકડા બજારની પાછળ એક નાનકડું હિંદુ મંદિર હતું, જેના મોટા દ્વારની બન્ને બાજુ હુનમાનજીની આકૃતિ બનેલી હતી. કહેવાય છે કે એક સમયે અહીં સમુદ્ર હતો અને નગરપારકર બંદર હતું. સમુદ્ર પાછો હટચો અને પોતાની પાછળ છોડી ગયો મોત એટલે કે પાણી વગરની જિંદગી. પાણી હવે દૂર પાતાળમાં ચાલ્યું ગયું.
પછી
થર, થલ, થર પારકર, નગર પારકર. ‘પારકર’ નામ કેવી રીતે પડ્યું તેની પણ એક કથા છે.
જ્યારે અહીં સમુદ્ર હતો ત્યારે આ સ્થાને કારુઝરના શિખર પર પરાશર ઋષિ ધ્યાનમાં બેઠેલા. આ પહાડ પર તે ઋષિની આંગળીઓની નિશાનીઓ છે. મછંદરા નામની એક નવૌવના પર ક્રોધિત થઈ ઋષિએ શાપ આપ્યો. ત્યારે
પાણીનો સમુદ્ર દૂર હટી ગયો અને પાછળ બન્યો મોતનો સમુદ્ર ! મારુથલ... મારી ! આ ‘મારી’માં આ નગર વસ્યું, જે ઋષિ પરાશર અથવા પારસના નામ પરથી પારીનગર અને પછી નગર પારકર તીંકે જાણીતું બન્યું.
આ વિસ્તારમાં ઘણા ‘સર’ (તળાવ) છે. જેમ કે બોદેસર, બોરલાઈ, ભાનસર, રાણાસર, અધિગામસર. જૈનોનું તળાવ છે. અધિગામસરમાં હવે થોડા
૧૩૪