________________
પ્રકરણ : ૪૪
પાકિસ્તાનનાં જૈન મંદિરો
જિલ્લો થારપારકર (સિંધ)
સિંધના થારપારકર જિલ્લા અંતર્ગત જે જૈન મંદિરોનાં સ્થાન છે તેનાં નામ નીચે મુજબ છે :
(૧) નગરપારકર (૨) ભોદેસર (૩) વીરવાહ તથા પાથનગર (૪) ગૌડી પારસનાથ (૫) કરુંઝર (૬) બોહર (અથવા બોહડ) (૭) ઉમરકોટ (૮) ડમરેલપુર (૯) કિલ્લો ફોલડા.
થારપારકર ક્ષેત્રના ઉપરોક્ત શહેરોના પ્રાચીન જૈન મંદિરોનું શાનદાર કલાત્મક કાર્ય, પ્રભાવશાળી લોકેશન, વૈભવશાળી બનાવટ, અંદર-બહારની સિમિટ્રી, દીવાલો તથા છતની ચિત્રકળા, ઝૂમ્મર, પિલર - પ્રત્યેક જોનારને ચકિત કરી દે છે. કેટલીક વાર તો આંખો પર પણ વિશ્વાસ આવતો નથી ! મૌર્યકાળથી મધ્યકાલીન વચ્ચે બનેલાં આ મંદિરો, કેટલાંક મોટાં તીર્થોને છોડી, ભારતનાં કોઈ પણ તીર્થ અથવા અન્ય સ્થાનના મંદિરોની કળા તથા શિલ્પમાં ચોક્કસ ટક્કર લેવામાં સમર્થ છે. અહીંનું ગોડી પાર્શ્વનાથ તથા બે-ત્રણ અન્ય મંદિરોનાં ભીંતચિત્રો, પેઇન્ટિંગ તથા ફ્રેસ્કોજ અજંતા-ઈલોરા સાથે ટક્કર લઈ શકે છે.
回
૧૩૩