________________
----------------પાકિસ્તાનનાં જૈન મંદિરો –-------------- પરંતુ થારપારકરનું આ મંદિર ખૂબ પ્રાચીન છે. મુંબઈનું મંદિર ઈ.સ. ૧૮૧૨માં બન્યું. લાકડાના મંદિરમાં સિરોહીથી મૂર્તિ લાવવામાં આવી, જે ત્યાં (પાકિસ્તાનમાં) ગોડી ગામમાંથી આવી હતી. દશ શિખરોવાળું ત્રણ માળનું સ્વરૂપ તેને ૪૦ વર્ષ પહેલાં મળ્યું.
ગોડી પાર્શ્વનાથ મંદિર મુંબઈનો ૨૦૦મી જયંતીનો મહોત્સવ અભૂતપૂર્વ રહ્યો. કુલ ૧,૩૫,૦૦૦ પરિવારોને મીઠાઈ સહિત નિમંત્રણ આપવામાં આવ્યું હતું. મંદિરની યાદગીરી રૂપે પોસ્ટની ટિકિટ બહાર પાડવામાં આવી. આઠ લાખ માણસોએ સ્વામિવાત્સલ્યનો લાભ લીધો હતો. પૂ. આચાર્ય પદ્ધસાગરસૂરિજીની પ્રેરણાથી ૨૮૦ સાધુ-ભગવંતોની ઉપસ્થિતિમાં મહોત્સવ ઉજવાયો. મહોત્સવના લાભાર્થી અનંતરાય ગિરધરલાલ પરિવાર હતો. પ્રાચીન શાસ્ત્રોનાં ચિત્રોવાળા ૪ ગ્રંથોનું પ્રકાશન થયું.
થારપારકરનું ગોડી મંદિર ઈ.પૂ. આઠમી સદીમાં થયેલા પાર્શ્વનાથ પ્રભુના નામથી છે. જૈન ગ્રંથોમાં તેનો ઇતિહાસ તથા પ્રસંગો મળે છે. શ્રી નેમવિજયજી કૃત શ્રી ગૌડી પાર્શ્વનાથ સ્તવન'ની આ મંદિરમાં રચના થઈ હતી. તે અનુસાર અહીંની પ્રતિમાજીને ઈ.સ. ૧૭૭૫માં મેવાસા નામના શેઠ ગુજરાતના પાટણ શહેરમાંથી લાવ્યા હતા. પ્રતિમાજી તો ઈ.સ. ૧૧૭૫ની છે, તે જમીનમાં દટાઈ ગઈ હતી. કોઈક પાછળથી તેને કાઢી. મેવાસાએ ૫૦૦ મુદ્રાઓ આપીને આ મૂર્તિ પ્રાપ્ત કરી. દેવીએ દર્શન આપીને રણપ્રદેશમાં મંદિર બનાવવા માટે જળ તથા પથ્થરોથી યુક્ત જમીન બતાવી. મેવાસાએ મંદિર બનાવ્યું અને ગોડી ગામને વસાવ્યું.
આબુ દેલવાડા અને હઠીસિંહની વાડીના મંદિરોની જેમ ગોડીમાં પણ એક મુખ્ય મંદિર અને ચારેબાજુ પર નાનાં મંદિરો છે. પ્રત્યેકમાં મૂર્તિઓ બિરાજમાન હતી. તેની ખાસિયત એ છે કે તેની દીવાલો ચિત્રકળાથી શણગારાયેલી છે.
સમય વીતતાં ગોડી એક તીર્થ બની ગયું. ઈ.સ. ૧૭૧૫ના એક શિલાલેખમાં જીર્ણોદ્ધારનું વિવરણ છે. ઇ.સ. ૧૮૫૪માં સ્ટેનલે નપિયર (Stanley Napier) અહીં આવ્યો હતો. તે લખે છે કે મૂળનાયક પ્રતિમાજીને સ્થાનિક શાસક સોદા સૂતોજી ૧૭૧૬માં પોતાના કિલ્લામાં લઈ ગયો હતો. ઈ.સ. ૧૮૩૨માં તેના મૃત્યુ પછી કોઈને ખબર નથી કે મૂર્તિ ક્યાં છે ?
ઈ.સ. ૧૯૩૭માં મુનિ વિદ્યાવિજયજીએ આવીને જોયું તો મંદિર ખાલી હતું
૧૩૧