________________
-
-
પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૪૩
અંધકાર અને સન્નાટો છે ગોડીના જૈન મંદિરમાં “શું કરે છે?” તા. ૧૨-૫-૨૦૧૨ના દિવસે સવારે ફોન પર મારા મિત્રએ
પૂછ્યું.
“છાપું વાંચું છું.'
આજના “એક્સપ્રેસ ટ્રિબ્યુન’માં સિંધમાં સ્થિત ગોડીના જૈન મંદિર વિશે લેખ છપાયો છે, જે અમેરિકાની colorado યુનિવર્સિટીના મૂળ પાકિસ્તાનના પ્રોફેસર શાહિદ હુસૈને લખ્યો છે.
આટલાં વર્ષો પછી આપણી ફાઈલોમાંથી આ લેખ મૂકવામાં આવ્યો છે.
આજકાલ નગરપારકર (સિંધ)ના ગોડી મંદિરમાં ભયાનક શાંતિનો સન્નાટો છે, પરંતુ સામાપાર ભારતમાં ગોડીના આ મંદિરના વારસાગત બનેલા જૈન મંદિરમાં બસો વર્ષ પૂરાં થયાં)નો ઉત્સવ ઉજવ્યો છે. - ગોડી પાર્શ્વનાથ મુંબઈનું સુપ્રસિદ્ધ મંદિર છે. પાકિસ્તાનનું ગોડી મંદિર થારપારકર જિલ્લામાં ઇસ્લામકોટ અને નગરપારકરની વચ્ચે આવેલું છે. ભારતમાં લગભગ ૧૨ મોટાં મંદિરોનાં નામ ગોડી પાર્શ્વનાથ છે અને બધાનું મૂળ ઉદ્ગમ પાકિસ્તાનનું ગોડી મંદિર જ છે. મુંબઈ મહોત્સવની ધૂમધામથી વિપરીત અહીં ભયાનક સન્નાટો છે.
થારપારકર વિસ્તારનાં બધાં જૈન મંદિર અહીંની મહત્ત્વપૂર્ણ પ્રાચીન થાપણો છે. આ બધામાં પ્રભાવક છે ગાડી મંદિર. ખંડેર આ મંદિર વિશે આ વાત સમજાતી નથી કે લાંબા સમયથી તેની ઉપેક્ષા કેમ કરવામાં આવી છે ? થારપારકરમાં હવે કોઈ જૈન રહેતા નથી. ભારતમાં રહેનારા જૈનો પણ આ મૂળ ગોડી મંદિરને બહ ઓછા લોકો જાણતા હશે, માત્ર તેની ક્યા સાંભળી હશે. ઇતિહાસકારોએ ભુલાયેલા આ મંદિરને જાણવાના ઘણા પ્રયત્નો ક્ય છે. ઉર્દૂ તથા અંગ્રેજીના ‘રીને ગુજરાતી તથા હિન્દીમાં ડ” કરવા છતાં પણ થોડો તફાવત તો રહ્યો છે. ભારતનું કોઈ પણ ગોડી પાર્શ્વનાથ મંદિર ૨૦૦ વર્ષથી વધારે પ્રાચીન નથી,
(૧૩)