________________
-------પાકિસ્તાનનાં જૈન મંદિરોઅને એક ભીલ તેની રખેવાળી કરતો હતો. અંગ્રેજ સેના સાથે લડાઈ અને પછી આવેલ ભૂકંપથી મંદિરને ઘણી ક્ષતિ પહોંચી.
જ્યારે Raikes અહીં આવ્યો ત્યાં સુધીમાં સમુદ્રીતટોના પરિવર્તનથી વેપારમાર્ગ બંધ થતાં જૈનોની સંખ્યા અહીં ઘણી ઓછી થઈ ગઈ હતી. બાકીના ૪૦૦ જૈનો ૧૯૪૭માં અહીંથી ચાલ્યા ગયા, પરંતુ મંદિરની સ્મૃતિઓ કાયમી બની ગઈ.
ગોડી પાર્શ્વનાથ નામનાં કેટલાંક મંદિરોની મૂળનાયક મૂર્તિ ગોડી ગામની જ છે. આ મંદિરો મોટે ભાગે સિંધની સીમાએ જોડાયેલ રાજસ્થાન તથા ગુજરાતમાં છે, મુંબઈ, હૈદરાબાદમાં પણ છે. મૂળ ગોડી મંદિર હવે એક રહસ્યમય કથામાત્ર રહી ગયું છે. અનેક કચ્છી જૈન પરિવાર થારપારકરથી આવ્યા હોવાનું કહેવાય છે. તેઓ ગોડી મંદિરને બનાવનાર મેવાસાથી પોતાની વંશાવલીને જોડે છે.
કથા-વાર્તાને છોડી દઈએ તો પણ પાકિસ્તાનના આ મંદિરમાં ઘણું બધું અદ્વિતીય છે. રંગમંડપનું ચિત્રકામ ! અજંતા-ઈલોરાને છોડીને ભારતના કોઈ પણ મંદિરમાં આટલું પ્રાચીન ચિત્રકામ તથા ભીંતચિત્રો (Frescos) ક્યાંય નથી. ભારતમાં જીર્ણોદ્ધારના સમયે કેટલાંક પ્રાચીન ભીંતચિત્રોને દૂર કરવામાં આવેલ છે. પાકિસ્તાનમાં આનાથી પ્રાચીન કોઈ ભીંતચિત્રો ભાગ્યે જ હશે!
૧૩૨