________________
---
-પાકિસ્તાનનાં જૈન મંદિરો જૈનો રહે છે, પહેલા ઘણા હતા. આ આખો વિસ્તાર જૈનોનો હતો. ઇ.સ. ૧૯૬૫ અને પછી સને ૧૯૭૧ પછી પોતાના મંદિર, ઘરબાર, મિલક્ત બધું છોડીને તેઓ રાજસ્થાન ચાલ્યા ગયા.
શહેરનું જૈન મંદિર બજારમાં થોડું ચાલ્યા પછી જમણી બાજુ વળ્યા તો અમે મંદિરની બિલકુલ સામે આવી ગયા. મંદિરની બહાર સરકારી આર્કિયોલોજી વિભાગનું બોર્ડ હતું -
જૈન મંદિર, નગરપારકર. આ એક યાદગાર અને પ્રાચીન ઇમારત છે. તેની સુરક્ષા કરવી પાકિસ્તાન સરકારની ફરજ છે. ઇમારતને નુકસાન પહોંચાડવું તે ગુનો છે, જેની સજા કેદ અથવા દંડ થઈ શકે છે.'
મંદિરનો દરવાજો બીજી તરફ હતો. હું અંદર પહોંચ્યો તો લાગ્યું કે કોઈ સ્વાગત કરી રહ્યું છે ! ઝૂલતા “આમાંથી અંદર ગયા. ત્યાં ઉદાસી પ્રસરેલી હતી, તે એટલી ગંભીર કે મારા રોમરોમ ઉદાસ થઈ ગયા. દીવાલોનો નીલો (ભૂરો રંગ હજુ સુધી પોતાની પૂરી તાકાતથી ઊભો હતો. થોડા સમય પછી બહાર આવ્યો અને સીડી ઊતરવા લાગ્યો. દરેક સીડી એક સદી જેટલી ઊંચી હતી. ઇતિહાસ, નિષ્ઠા, માન્યતા અને ઉદાસી એકબીજાને મળી રહ્યાં હતાં.
લગભગ ૧૦૦૦ વર્ષ પૂર્વેના આલેખોમાં નગરપારકર તીર્થનું વર્ણન જોવા મળે છે. શહેરની જાહોજલાલી ચરમસીમા પર હતી. વૈભવ, કળા અને શિલ્પયુક્ત અહીં કેટલાંય જૈન મંદિરો છે.
એવું પણ કહેવાય છે કે, નગરપારકરના મંદિરની મૂર્તિઓ વર્તમાનમાં ગુજરાતના વાવ’ નગરના મંદિરમાં બિરાજમાન છે.
નગરપારકરની એક બાજુ ગુજરાત, બીજી તરફ સિંધ તથા ત્રીજી તરફ કચ્છનું રણ હોવાથી આ સ્થાનની ભવ્યતા સ્વયં વધી ગઈ છે.
૧૩૫