________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૪૮
ઉમરકોટ (સિંધ) ચાંદની રાતમાં અમારી ગાડી લાંબી સડક પર દોડતી હતી. માઈલો લાંબી સડક જાણે ચુપચાપ અમારા પગમાં સૂતેલી હોય તેવું લાગતું હતું.
ઉમરકોટનો કિલ્લો આવી ગયો. ગાડી કિલ્લાની અંદર પહોંચી તો અમારી સામે એક કાંગરો હતો, જે કિલ્લાની મધ્યમાં હતો, જેની ચારેબાજુથી લ્લિાની દીવાલો કાંગરા પર ચઢતી હતી. દરવાજાની સામે ઉમરકોટનું બજાર, ગલીઓ, મકાન તથા દુકાનો હતાં. પોતાના સદીઓ જૂના ઇતિહાસ સાથે તે જીવતું જાગતું શહેર હતું - ઉમરકોટ.
મરુસ્થલ’ શબ્દના ઉચ્ચારણથી આ ક્ષેત્રમાં બે કાલ્પનિક પાત્રોનાં લોકગીતો પ્રસિદ્ધ છે – “મારું” અને “સોમરુ'.
हथकडियां तेरिया नडिया तन मेरा वे
दस क्यों कर वस्सां सोमरु तेरे कोहीं वे । અર્થાત્ રણપ્રદેશ, બાલૂ (રેત), ગરમી – આ બધી મુસીબતોએ મને જકડી રાખ્યો છે. હું મજબૂર છું. તારા ઘરમાં આવીને રહેવાની ઇચ્છા હોવા છતાં પણ હું આવી શકતી નથી, તારી પાસે રહી શકતી નથી.
મારુ બોલી રહી હતી અને સોમરું ચૂપ હતો, આ કાંગરાની જેમ કે જે કદી બોલવાનો નથી.
શહેરોમાં ઘરોની છત અને અનેક મંદિરોના કમરા હતા. કિલ્લાના કાંગરા પર પ્રાચીન સમયની બે તોપ હતી. હું તેમની વચ્ચે ઊભો રહી ગયો. ખબર નહીં તોપ હસી કે રડી. જાણે કહેવા લાગી –
હું તે સમયથી અહીં ઊભી છું જ્યારે હુમાયુની દિલ્હીની સત્તા છૂટી અને તે ધક્કા ખાતો અહીં આવી પહોંચ્યો. ત્યારે આ કિલ્લો એક હિંદુ રાણા પાસે હતો. અહીં શહેનશાહ અકબરનો જન્મ થયો હતો.'
૧ ૩૮