________________
-----પાકિસ્તાનનાં જૈન મંદિરો ----- જ્યારે સરસ્વતી ભાગતી હતી ત્યારે તેના પગથી પાણીના ઝરણાં ફૂટી ગયાં, જે સરસ્વતી, ધગ્ધરા કે હાકડા કહેવાયાં. ઘરતીમાં સમાઈ જવું તે તેની શ્રેષ્ઠતા છે.
મરોટ કિલ્લો હવે અમે મરોટ કિલ્લાની નજીક પહોંચી રહ્યા હતા. ચીકણી માટી, તૂટેલી ઇંટો, પથરાઓ, રેતીલી ઈંટોથી બનેલી દીવાલોના અવશેષ - આ બધું બતાવતાં હતાં કે ક્યારેક આ મરોટના કિલ્લાનું મુખ્યદ્વાર હશે.
કહેવાય છે કે, અહીં એક શિલા હતી, જેના પર લખ્યું હતું - સંવત 1548 vોદ મુક્તિ 2, મરોટ પાથા માગામ, સોમરાટ પર્શ ઈસ્ટ રા '
અમારી સામે લીલા રંગનો ગુંબજ હતો. હું તેની અંદર જવા ઇચ્છતો હતો. સામેનું પરસાળ “સહન’ પાર કરીને ગુંબજની અંદર જઈ શકાય છે.
આ ક્ષેત્રના પ્રસિદ્ધ ઇતિહાસજ્ઞ સલીમ શાહજાદાએ એકવાર મને કહ્યું હતું કે, આ કિલ્લો ઈસા મસીહા કરતાં પણ બહ પહેલાનો છે. સંભવ છે કે વૈદિક યુગના સમયનો હોય. તેમણે એમ પણ કહ્યું કે, અહીંધી પથ્થરો પર બનેલી દેવી-દેવતાઓની અનેક મૂર્તિઓ પણ મળી આવી છે. આગળ લાકડાના દરવાજાવાળી ખૂબ જૂની ઇમારત હતી. તેની જૂની ઈંટો, લોકડાનું કોતરણીકામ અને બીજા આર્ટવર્ક જાણે મને પૂછી રહ્યાં હતાં –
ક્યાંથી આવો છો ?' ‘લાહોરથી.” શું લેવા આવ્યા છો ?' આ કિલ્લાને જોવા આવ્યા છીએ.”
હવે આ કિલ્લામાં આપ શું જોશો? એનાં દર્શન ત્યારે કરવાં જોઈતાં હતાં કે જ્યારે તેની દીવાલોને અડીને સરસ્વતી વહેતી હતી. હવે અહીં શું જોવા જેવું છે '
શું, આ બાદશાહનો મહેલ છે ?'
ના, આ જૈન સાધુઓ, શ્રદ્ધાળુઓ અને પૂજારીઓ માટે પૂજા કરવાની અને બેસવાની જગ્યા છે, જે હવે ખંડેર બની ચૂકી છે. ત્રણ માળમાંથી હવે એક માળ છે – તે પણ અત્યંત જીર્ણ, ભાંગ્યાતૂટ્યો! ચારે બાજુથી ઉજ્જડ છે.”
‘અહીં કેટલા જૈનો રહેતા હતા ?' થોડા જૈનો. ઈ.સ. ૧૯૨૬માં જૈન યતિ પૂર્ણચન્દ્રજી વિરાજમાન હતા, જેઓ
(૧૨)