________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
ઇમારતમાં સૈથી પ્રથમ એક વરંડો હતો, જેની સામે ચોરસ ઇમારત હતી, જે ૧૨×૧૨ ફૂટ હશે. દરવાજાની બિલકુલ સામે દીવાલની સાથે મૂર્તિ રાખવાની જગ્યા બનાવી હતી. છત પર ચિતરેલાં પુષ્પો તથા વેલીઓ વગેરેના રંગ સમયની વેદી પર બિલ થઈ ચૂક્યાં હતાં. ચારેબાજુ પરિક્રમાની જગ્યા હતી જે એટલી સાંકડી હતી કે એક સમયે એક જ વ્યક્તિ પસાર થઈ શકતી. બહારની તરફ, જરા પૂર્વ દિશા તરફ મંદિરમાં આવનારાઓ માટે બેસવાની થોડી જગ્યા હતી જે ખૂલ્લી હતી.
આ મરોટનું જૈન મંદિર છે. તેની ઇમારત ત્રણ માળની હતી, જે હવે માત્ર એક માળની જ બચી છે. આ મંદિરની મૂર્તિઓ વિશે એકવાર સલીમ શહજાદાએ કહ્યું હતું કે, અહીંથી મળેલ એક મૂર્તિની પાછળ વિ.સં. ૧૩ લખ્યું હતું. પૂછપરછ અને કસોટી કરતાં તે ઉચિત જણાયું. શ્રી સુમતિનાથની મૂર્તિ ઈસા મસીહા કરતાં ૪૪ વર્ષ પહેલાંની હતી. બીજી જે મૂર્તિઓ મળી હતી તે વિ.સં. ૧૧૩૯, ૧૨૦૧, ૧૪૫૦ અને ૧૫૦૭ની હતી.
એક દિવસ ઇન્સાઇક્લોપીડિયા જોતાં ખબર પડી કે આ મૂર્તિઓ બહાવલપુરના મ્યુઝિયમમાં છે અને શ્રી જિનચંદ્રસૂરિજીની પ્રાચીન ચરણપાદુકા પણ આ મ્યુઝિયમમાં છે.
હાકડા નદી સૂકાઈ ગઈ છે. બ્રહ્માજીની પુત્રી સરસ્વતી અદૃશ્ય થઈ ગઈ છે. અહીંથી મળેલ મૂર્તિઓ સરકારી મ્યુઝિયમનો શૃંગાર બની ચુકી છે. હવે કોઈ શ્રદ્ધાળુ પગે લાગવા નથી આવતો.
બની શકે છે કે, હાકડામાં ફરીથી ભરપૂર વિહીત વહેવા લાગે કારણ કે મરોટની માછલીઓની પ્રતીક્ષા હજુ બાકી છે –
-
तू बगुला कोट मरोट दा
किद्धर उड्ड गया
में मच्छी दरिया दी
बैठी विच्च उ डीक
तू बगुला कोट मरोट दा
किद्धर उड्ड गया ॥
અર્થાત્ હાકડા નદીમાં વિચરણ કરનારા બગલા (પક્ષી) તું ક્યાં ઊડી ગયો ? દોસ્ત ! હું આ નદીની માછલી, તારી રાહ જોઈ રહી છું.
||
૧૨૩