________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
લેખક અને તપસ્વી હતા. અને તેનાથી ઘણા સમય પહેલાં, ઈસાથી પણ અગાઉ શ્રી કક્કસૂરિજી થઈ ગયા. તેઓ વિક્રમ સંવતથી પણ ૨-૩ વર્ષ અગાઉ અહીં પધાર્યા હતા. તેમનાં પાવન ચરણોની સુવાસ અહીં ચારેબાજુ ફેલાયેલી છે.
મને તો જૈન મંદિરો શોધવાની તાલાવેલી (આતુરતા) હતી. જ્યાં નિરંતર બે હજાર વર્ષોથી જૈન તીર્થંકરોની મૂર્તિઓએ આ ધરતીના લોકોને શાંતિ અને પ્રેમનો સંદેશો આપ્યો તે જૈન મંદિરો ક્યાં છે ?’
એક શોધકર્તાએ કહ્યું કે, હવે મરોટના કિલ્લામાં કોઈ જૈન મંદિર બચ્યું નથી. જે કંઈ બચ્યું છે તે પણ નામ વગરના કે મૂર્તિ વગરનાં છે. અહીં જૈન દર્શનને માનવાવાળા લોકોની સંખ્યા ઘટતાં ઘટતાં ખૂબ ઓછી થઈ ગઈ હતી. પોતાનાં કામધંધા, કારોબાર માટે તેમ જ દર વર્ષે આવનારા પૂરને કારણે તેમનું ધીમે ધીમે સ્થળાંતર થતું રહ્યું.
મરોટ સિવાય જૈન લોકો કિલ્લાફાલડા કિલ્લા દેરઉર, અહમદપુર શરકિયા, બહાવલપુર તથા ક્લ્યિા મૌજગઢમાં સમૃદ્ધ હતા. કિલ્લા મૌજગઢમાં જૈન યતિઓનું મંદિર તથા ઉપાશ્રય હતાં. આ લોકો મસ્તક નમાવવા (મંદિરમાં ભગવાનને પગે લાગવા) બીકાનેર જતા હતા.
ભાવડા બજાર
બહાવલપુર શહેરમાં એક બજારનું નામ જ ભાવડા બજાર હતું. દેરાઉર તો દાદાગુરુ જિનકુશલસૂરિજીનું સમાધિસ્થળ છે.
જૈન મંદિરની શોધમાં હું આગળ વધી રહ્યો હતો. કેટલાય યુગોની ઇંટો વિખરાયેલી પડી હતી. હડપ્પાના સમયની મોટા આકારની ઇંટોથી માંડીને ઉત્તરમોગલોના સમયની ઇંટો ! કેટલીય સદીઓના વસવાટ અને વિનાશની કથાઓ એમાં હતી. એક લદાર ઇંટને ઉપાડી તો તે તરત બોલી ઊઠી –
‘જૈન મંદિરની શોધમાં આવ્યા છો ?'
‘હા’.
‘અહીં મોટા મોટા આચાર્ય, યતિ, સાધુઓનું આવાગમન થતું’.
ઉપાધ્યાય મંગલકલશના ઉપદેશથી, મરોટથી (વિ.સં. ૧૭૭ થી ૧૯૯ની વચ્ચે) શત્રુંજયનો સંઘ નીકળ્યો. આચાર્ય ક્કસૂરિ (પાંચમા)એ (વિ.સં. ૩૩૬થી ૩૫૭ દરમિયાન) મરોટમાં ભગવાન મહાવીરના મંદિરની પ્રતિષ્ઠા કરાવી. આચાર્ય
૧૨૧