________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
જૈન મંદિર... ઇતિહાસની લાંબી સફર, ગોળ મંદિરની દુર્લભ કથા અર્કિયોલૉજી વિભાગનું બોર્ડ અને મંદિરની જીર્ણ અવસ્થા !
જૈનોના તેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ નામ સાથે ‘ગોડી’ વિશેષણવાળું આ સૌથી પ્રાચીન મંદિર છે. ભારતભરમાં સ્થાપિત ગોડીજીનાં મંદિરોનો પ્રારંભ આ ગોડી (નગરપારકર) મંદિરથી થયો. આ ગોડી મંદિર તીર્થની યાત્રા માટે ભારતના વિભિન્ન નગરોમાંથી સમયે સમયે સંઘ નીકળતા હતા.
એવો ઉલ્લેખ મળે છે કે નાગૌરના શેઠ રાયમલ્લે વિ.સં. ૧૪૦૨માં ગોડી (સિંધ)ની યાત્રા માટે સંઘ કાઢ્યો હતો. વિ.સં. ૧૪૪૧માં ખાખર ગામથી ગોડીજી (સિંધ) યાત્રા માટે નિમ્મણ શેઠે સંઘ કાઢચો હતો. પુનઃ સંવત ૧૬૫૭માં બાડમેરના શ્રાવક કુંભાજી આ તીર્થસ્થળે સંઘ લઈને પધાર્યા હતા.
ગોડીજીનું આ મંદિર એક સમયે બાલન જિનાલય હતું એવા પણ ઉલ્લેખ મળે છે. અહીંની કેટલીક મૂર્તિઓ ગુજરાતના વાવ નગરમાં લઈ જવામાં આવી હતી.
ગોડીના મંદિરનું વર્તમાન સ્વરૂપ તેના ભૂતકાળનું પારિચાયક છે. ‘ગોડી’ પરમાત્માનો દુનિયાને પ્રથમ પરિચય અહીંથી પ્રાપ્ત થયો. મંદિરના અવશેષો પરથી ખબર પડે છે કે ભૂતકાળમાં અહીં ખૂબ મોટું મંદિર હતું, જેના શિલ્પ અને કારીગીરી આજે પણ જીવંત છે. કેનોથી સહિત આઠ થાંભલા, પછી હૉલમાં ૨૮ થાંભલા, જેને અર્ધમંડપ કહે છે, મંડપના મોભનો સંપૂર્ણ ક્ષય થઈ ગયો છે.
回
૧૨૭