________________
પ્રકરણ : ૪૧
પાકિસ્તાનનાં જૈન મંદિરો
ગોડી પાર્શ્વનાથ જૈન મંદિર
અમારો આગળનો કાર્યક્રમ ગોડી જવાનો હતો. આ વિસ્તારમાં ગોડી જૈનોનું આ સૌથી મોટું મંદિર છે. તે નગરપારકરથી લગભગ ૨૫ કિ.મી. દૂર ઈસ્લામકોટ રોડ પર છે.
ગાડી મુખ્ય રસ્તાથી ગોડી ગામ તરફ વળી. સામે એક મોટી વસ્તી હતી. સડકની બન્ને બાજુ સુંદર મકાનો હતાં. મહિલાઓનાં રંગબેરંગી વસ્ત્રો, ઊંટ, ગામ, મોર આ બધું અહીંની રોનક હતી. આગળ હતું ખુલ્લું જંગલ અને ગામથી અડધો કિ.મી. બહાર ગોડી જૈન મંદિર હતું.
મંદિરમાં આ સમયે ઘણી રોનક હતી. ચાર દીવારીમાં પ્રથમ દર્શનીય ‘ડ્વોટી’ના કાંગરા પાસે ચટાઈ પર બેઠેલા કેટલાક લોકો હારમોનિયમ અને ઢોલક સાથે ભજન ગાઈ રહ્યા હતા. બહાર ભોજન તૈયાર થઈ રહ્યું હતું.
ભજન ગાનારનું નામ ભગતરામ છે, જે કરાંચી ટી.વી.ના લોકકલાકાર છે. તેઓ અહીંના નિવાસી છે. તેમણે કહ્યું કે કોઈકના ઘરે ખુશીનો પ્રસંગ આવ્યો છે એટલે પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરાવવા આવ્યા છે.
એક વરંડો કે જે પથ્થરના કાંગરા પર ખૂલે છે, આ વરંડાની આગળ એક ગોળ ગુંબજવાળો હૉલ, જેની ચારેબાજુ ઓરડીઓ હતી. ગુંબજના છત પર સૂરજનાં કિરણો પડી રહ્યાં હતાં. અંદર જૈન ધર્મના ચોવીશ તીર્થંકરોના કાળા રંગથી બનાવેલાં ચિત્રો હતાં. આ બધા કળાના અત્યંત સુંદર અને અદ્ભુત નમૂના હતા. આ હૉલના મધ્યમાં કેન્દ્રીય મંદિર છે, જેમાં મૂર્તિ રાખવાના સ્થાનનાં ચરણોમાં જ્યોત જલતી હતી. મૂર્તિનું સ્થાન ખાલી હતું. આ જગ્યાએ મેલ જામી ગયો હતો.
સમયની રાજનીતિ અને ઉદાસીની શાહી. આજ માત્ર આ સ્થાનની પૂજા થતી હતી. શ્રદ્ધાળુઓના હાથમાં જંગલી આંકનાં ફૂલ અને સળગતી અગરબત્તીઓ હતાં.
૧૨૬