________________
-
-
પાકિસ્તાનનાં જૈન મંદિરો
--
પ્રકરણ : ૪૦
સરસ્વતી નદીના તટ પર વિકસિત પ્રાચીન સભ્યતા
(સિંઘ સૂબામાં સરસ્વતીનું નામ પડ્યું હાકડા નદી)
સરસ્વતી એક પૌરાણિક નદી છે, જેની ચર્ચા વેદોમાં પણ છે. ક્યાંક તેના અન્નવત્તી અથવા ઉદકવતી નામોનો પણ ઉલ્લેખ છે.
- સરસ્વતીનો ઈતિહાસ, તેનો રસ્તો અને વિલુપ્ત થઈ જવાની અનેક વાતો છે. એવું માનવામાં આવે છે કે, હજારો વર્ષ પહેલાં સતલુજ, ધગ્દર અને યમુનાઆ ત્રણેય અલગ અલગ નદીઓ નહોતી, પરંતુ ત્રણેય સમ્મિલિત નદી હતી. ત્યારે તેનો પટનો વિસ્તાર અનેક કિલોમીટર હતો. પૃથ્વી પર આવેલા ભૌગોલિક પરિવર્તન તથા તીવ્ર ભૂકંપોએ આ વિશાળ ધારાને ત્રણ ભાગમાં વહેંચી દીધી, જે સતલુજ, સરસ્વતી અને યમુના તરીકે ઓળખાઈ.
પડાથી મેદાન સુધી આવતા પહેલાં સતલુજની ધારા ઉત્તર દિશામાં વહેવા લાગી અને એક આખું ચક્કર લગાવ્યા પછી ફરી મેદાન વિસ્તારમાં આવીને દક્ષિણપશ્ચિમ દિશામાં વહેવા લાગી. ભારતની કોઈ પણ નદીનો માર્ગ દક્ષિણથી ઉત્તર તરફનો નથી. બીજી બાજુ યમુના પણ અલગ થઈને પ્રથમ નર્મદા સુધી પહોંચી અને ત્યારબાદ પરિવર્તનોના ફળસ્વરૂપ પ્રયાગ તરફ વહેવા લાગી.
ત્રણ નદીઓથી સમ્મિલિત આ વિશાળ સરસ્વતી નદી હિમાલયના ગ્લોશિયરોથી શરૂ થઈને પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પાકિસ્તાનના કેટલાક ક્ષેત્ર અને ગુજરાતમાંથી પસાર થઈ કચ્છના રણમાં પહોંચીને સમુદ્રમાં વિલીન થતી હતી. આખું વર્ષ પાણીથી ભરપૂર રહેતી આ નદીનું તટીયક્ષેત્ર હરિયાળું અને ઉપજાઉ હોવાથી અહીં જે સભ્યતા વિકસિત થઈ તે ધાતુ યુગની સભ્યતા કહેવાઈ.
- ઈ.સ. ૧૯૨૧-૨૨ માં હડપ્પા તથા મોહેંજો-દડોની શોધે સિંધુઘાટીના ઇતિહાસને ઇ.પૂ. ૨૦૦૦-૨૫૦૦ વર્ષ સુધી પહોંચાડી દીધો. ભારતીય પુરાતત્ત્વવેત્તાઓએ પણ લગભગ ૫૦૦ નાનાં-મોટાં સ્થળોની શોધ કરી છે, જે
૧૨૪