________________
--------પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૩૮
આ ક્ષેત્રના કવિએ કરી
“મહાવીરની મુલાકાત પાકિસ્તાનના બહાવલપુર ક્ષેત્રમાં એક કવિ છે – અશુલાલ ફકીર. તેઆનો જન્મ એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. અત્યારે તેઓ વિખ્યાત કવિ અશુલાલ કીરના નામથી પ્રસિદ્ધ છે.
તેઓએ એક કવિતા મહાવીર ના મુત્રા” પોતાની બહાવલપુરી બોલીમાં લખી છે –
"लैहंदी होइयाँ जंगल दे औं पार रखेन्दा देहँदी होइयाँ राह विच नाग डू यूँहां आया असाँ न मारिया तली हेर्छ ढूँहाँ आया असाँ न मारिया औखी कोई ससर चा नेती आप आ लन्यूँ डेंभू लड़िया सी न कीती મોયૉ વૉ| ”
અર્થાત્ જંગલમાં આગળ વધતાં આપ (મહાવીર) તેની પાર પહોંચ્યા. ત્યાં ફરતાં હતા ત્યારે ત્યાં બે મોઢાવાળો નાગ આવ્યો. તેને આપે કંઈ ન કર્યું. (કોઇ કષ્ટ ન આપ્યું, માર્યો નહીં). હાથની હથેળી નીચે વીંછી આવી ગયો તો તેને પણ કંઈ ન કર્યું. વિચાર્યું, પોતાની મેળે ચાલ્યો જશે. તેણે ડંખ માર્યો પણ મહાવીરના મોઢામાંથી એક ઊંહકારો પણ ન નીકળ્યો! જાણે આ શરીર જીવિત નહીં મૃત હોય !
૧૧૮