________________
-----------પાકિસ્તાનનાં જૈન મંદિરો-------------------
પ્રકરણ : ૩૭
રહીયાર ખાંનો પત્તન મિનાર બહાવલપુરના વિસ્તારમાં પ્રાચીન ટૅક્સિલા (તક્ષશિલા) રાજ્યની કેટલીક નિશાનીઓ તથા યાદગીરીઓ આજે પણ હયાત છે. તેમાંનું એક છે - રહીમપારખાંનું પત્તન-મિનાર.
કહેવાય છે કે, એક સમયયે અહીં કોઈ શહેર સમૃદ્ધ હતું, જેને હડપ્પામોહેંજો-દડાના સમયનું ગણવામાં આવે છે. મેં મારી વાતની ખાતરી કરવા શાહજાદા સલીમને ફોન કર્યો. તેમણે ઇતિહાસ ‘વઠ્ઠીવરપૂર ફ્રી તરીલખેલ છે અને તે આ વિસ્તારની ઘણી માહિતી જાણે છે. મેં પત્તન-મિનાર વિશે તેને પૂછ્યું તો તેણે કહ્યું -
પત્તન મિનારા રહીયારખાં શહેરથી છ માઈલ દૂર એક પ્રાચીન શહેર છે, જેને શાહમયુસી ગણેશની રાજધાની માનવામાં આવે છે. સિકંદર પહેલાંનું આ શહેર છે. શાહમયોસી ગણેશે ઈ.પૂ. ૩૨૫માં સિકંદરનો વિદ્રોહ કર્યો અને માર્યો ગયો.
ઐસિલા સાથે પણ આ સ્થાનનો સંબંધ રહ્યો હતો. અહીંથી ઈ.સ.ની બીજી સદીનું પૂજાસ્થાન મળી આવ્યું છે, જે અહીંના આખા વિસ્તારમાં સૌથી પ્રાચીન અને અત્યાર સુધી સારી હાલતમાં છે, તેને પત્તન-મિનારા કહે છે.
રહીમયારખાનું આ ચોરસ મિનાર સુંદર તથા ઊંચા ચબૂતરા જેવા આધાર પર ઊભું છે. ચારે દિશાઓમાં મોટાં દ્વાર હોવાથી તે બધી બાજુથી ખૂલે છે. વર્તમાનમાં તેના બે માળ જ ક્યાત છે. બેથી અઢી હજાર વર્ષના અસ્તિત્વમાં તેણે પોતાના ઉપરના માળ ગુમાવી દીધા છે.
જૈન માન્યતા અનુસાર ચૈત્ય સ્તંભની વ્યાખ્યા આપતાં કહેવાયું છે કે, તે ચૌમુખી સ્તંભ હોય છે, જેની ચારે દિશાઓમાં તીર્થકરોની પ્રતિમાઓ હોય છે અને સ્તંભના શિખર પર લઘુશિખા હોય છે.
૧૧૬