________________
----------પાકિસ્તાનનાં જૈન મંદિરો----------- પ્રાચીન હિન્દુ મંદિરોનાં ચિહ્ન પણ મળી આવે છે. બજારો, દુકાનો પણ ઘણી છે. ગાડીમાંથી નીચે ઊતરી ચારેબાજુ નજર દોડાવી. છોકરાઓની શાળા મારી સામે હતી. અહીં કોઈ પ્રાચીન જૈન મંદિરો હશે કે નહીં એની અમને કોઈ ખબર પડતી નહોતી.
આ ક્ષેત્રના વિખ્યાત ઈતિહાસજ્ઞ સલીમ શાહજાદાએ એકવાર મને કહ્યું હતું કે, બહાવલપુર સ્ટેટમાં મરોટ કિલ્લો અને રહીયાર ખાના મનાર તથા મંદિર, ઈસા મસીહાથી પણ પહેલાંના છે. એ પણ કહ્યું કે, અહીં પથ્થરોથી બનેલી દેવીદેવતાઓની અનેક મૂર્તિઓ પણ મળી આવી છે.
પ્રાચીન જૈન ગ્રંથો અનુસાર ૨૫૦૦ વર્ષ પહેલાં ભગવાન મહાવીરે સિંધુસૌવાર પ્રદેશના નગર વીત્તભય પત્તન (વર્તમાન ભેરા, પાકિસ્તાન)ના રાજા ઉદાયનને પ્રતિબોધ આપવા લાંબો વિહાર કર્યો હતો. માર્ગની રેતાળ ભૂમિમાં અનેક કોસ સુધી માનવવસ્તી દેખાતી નહોતી. રાજસ્થાનના કેટલાક વિસ્તાર, સિંધ, જેસલમેર તથા મુલતાન વગેરે ક્ષેત્રોમાં થઈને તેમનો વિહાર થયો હતો. તે વખતે આ વિસ્તારમાં પણ ભગવાન મહાવીરનાં ચરણ પડ્યાં હશે.
રહીયાર ખાં શહેરના જૈન મંદિરમાં અમે દાખલ થઈ રહ્યા હતા. સામાન્ય લાલ રંગના પથ્થરોથી બનેલું આ મંદિર અનેક ઠેકાણે તૂટી જવા છતાં ગૌરવ સાથે ઊભું હતું. ઘણા ભાગ તેના તૂટી ગયા છે. કેટલીક દીવાલ તથા કોટ બાકી છે, જેના પર જૈન મંદિરોની શિલ્પકલા ઝળકે છે.
૧૧૫)