________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૩૫
દેરાઉર સમાધિની હકીક્ત ભગવાન મહાવીરની પરંપરામાં ઓગણીસમા પટ્ટધર (લઘુશાંતિના રચયિતા) શ્રી માનદેવસૂરિજીએ તક્ષશિલા, ઉચ્ચનગર અને દેરારિ વગેરે નગરોમાં ઘણા બધા ક્ષત્રિયોને બોધ આપીને સવાલ બનાવ્યા હતા.
શ્રી જિનકશલસૂરિજીએ સિંધમાં ઉચ્ચનગર, દેરાઉ, ક્યાસપુર, બહેરામપુર, મલિકપુર વગેરે અનેક નગરોમાં વિહાર કર્યો. ૯ સાધુ અને સાધ્વીજીઓને દીક્ષા આપી. ક્યાસપુર અને રેણુકોટમાં જૈન મંદિરોની પ્રતિષ્ઠા કરાવી. તેઓ ચાર-પાંચ વર્ષ સિંઘમાં વિચર્યા હતા. તેઓ દેરાફેર (સિંધ)માં સંવત ૧૩૮૯, ફાગણ વદ પાંચમના દિવસે કાળધર્મ પામ્યા. તેમના અગ્નિસંસ્કાર સ્થળે એક સ્તૂપનું નિર્માણ કરવામાં આવ્યું.
વિ.સં. ૧૬૪૯માં ચોથા દાદાગુરુ જિનચંદ્રસૂરિજીએ લાહોરમાં સમ્રાટ અકબરની મુલાકાત લીધી અને ચાતુર્માસ કરીને બાદશાહ પાસેથી ફરમાન પ્રાપ્ત કર્યું. વિ.સં. ૧૬૫રમાં પંજાબથી પાછા ફરતાં પંચનદની સાધના કરવા માટે દેરાફેર નગરમાં ગયા. ત્યાં જિનકુશલસૂરિજીના પગલાં ના દર્શન કર્યા.
વિ.સં. ૧૯૭૨માં જૈન યતિ જયનિધાને (શિષ્ય રામચન્દ્ર) દેરાઉરમાં એક ગ્રંથ કુર્માપુત્ર ચૌપાઈ'ની રચના કરી. શ્રી જિનકુશલસૂરિજીના શિષ્ય અને જિનચંદ્રસૂરિજીના ગુરુ જિનમાણિક્યસૂરિજીએ દેરાઉરમાં જિનકુશલસૂરિજીના સમાધિસ્થળે દર્શન માટે આવ્યા હતા.
જૈન ઇતિહાસના શોધí Dr. Peter Flugel and Muzaffar Ahmed લખ્યું
"Jinkushal Suri toured the small towns ans villages of the indus valley, south of Multan for five years until his death in Derawer, where a stupa (samadhi) was erected over his ashes and a dadabari surrounding it. The Samadhi was regarded as a miracle working shrine, not only by Jains and became the centre
(૧૧૨