________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૩૪
દેરાઉર નગર - ઈતિહાસના પાને પાકિસ્તાનના બહાવલપુર રાજ્યમાં સ્થિત દેરાઉર નગર (દ્રાવડ) કિલ્લો તે સમયે અત્યંત પ્રસિદ્ધ અને પ્રાચીન સ્થાન હતું. એક શક્તિશાળી કિલ્લાની અંદર અને બહાર વસેલા આ શહેરની સાથેસાથે પ્રાચીન સરસ્વતી નદી વહેતી હતી, જે આ ક્ષેત્રમાં હાકડા નદી તરીકે ઓળખાતી હતી.
હડપ્પા અને મોહેંજો-દડોનો સમય ઇ.પૂ. ૨૦૦૦-૨૫૦૦ વર્ષ માનવામાં આવે છે. લગભગ આ સમયમાં દેરાઉરમાં પણ એક વિકસિત સભ્યતાનો પ્રસાર હતો.
દૈનિક અખબાર ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા' (૮-૨-૨૦૧૨)માં દેરા ઉરના સમાચાર વિસ્તારથી છપાયા હતા. તે અનુસાર -
પાકિસ્તાનના પુરાતત્ત્વ વિભાગે સિંધુ સભ્યતાના સમયની મહોર” ઇ.પૂ. ૨૦૦૦-૨૫૦૦ વર્ષની છે, જે ત્યાંના ચોલિસ્તાન ક્ષેત્રમાં ખોદકામ દરમ્યાન પ્રાપ્ત કરેલ છે. ચોરસ સીલ પર મોટા શીંગડાવાળો પહાડી બકરો (અથવા બળદોને અંકિત કરીને બનાવવામાં આવેલ છે. તેની સાથે પાંચ અન્ય ચિત્રો તથા રેખાચિત્રો છે. બકરા (કે બળદ)નું શારીરિક ચિહ્ન સ્પષ્ટ છે.
આ સીલ દેરાવર કિલ્લાની પાસે વસૂવાલા માના સ્થળે પૌરાણિક હાકડા નદીના તળેથી મળી આવેલ છે. સિંધુઘાટીથી મળેલ સીલોને મળતી આવતી આ સીલે દેરાવર કિલ્લાના ઈતિહાસને પણ સિંધુકાળથી જોડી દીધો છે ... એટલે કે આજથી ઇ.સ. પૂર્વે ૫૦૦૦ વર્ષ સુધી.
૧૧ ૧