________________
પ્રકરણ : ૧૪
પાકિસ્તાનનાં જૈન મંદિરો
લિતમ્બર
લિતમ્બર નગરનું પણ એવું જ વાતાવરણ તથા હાલચાલ હતાં, જેવા બન્નેના લખેલ છે.
અહીંના ભાવડા જૈન લોકો બિલકુલ નીડર થઈને રહેતા અને વેપાર વગેરે કરતા હતા. મુસલમાન વસ્તી પણ તેમનો આદર કરતી. જૈન (ભાવડા) લોકોના શુદ્ધ આચરણ તથા રહેણીકરણી જોઈને મુસલમાન લોકો તેમને ‘હિન્દુઓના પીર’ કહેતા હતા. લિતમ્બરમાં ભગવાન પાર્શ્વનાથનું ઘરમંદિર હતું. દાદાગુરુજીનાં ચરણની પણ મંદિરમાં સ્થાપના કરી હતી. તિજી હંમેશાં આવતા રહેતા. પર્યુષણ વગેરે પણ તેઓ આવીને સંપન્ન કરાવતા.
દરેક સામાજિક કે પારિવારિક કાર્ય શરૂ કરતાં પહેલાં દાદાગુરુજીનો પાઠ કરતા હતા. ત્યા સુધી કે જાનપ્રસ્થાન પહેલાં પણ આ પાઠ કરવો જરૂરી સમજતા. આજકાલ લિતમ્બરનું મંદિર ત્યાં નથી.
આ મંદિરની પ્રતિષ્ઠા વિ.સં. ૧૯૬૨ (ઈ.સ. ૧૯૦૫)માં યતિ રામઋષિજીએ કરાવી હતી. લિતમ્બરના કેટલાક પરિવારો કોહાટમાં પણ જઈને વસ્યા હતા, જ્યાં સરકારે લશ્કરી છાવણી રાખી હતી. કોહાટના શ્રાવક હેમરાજની સુપુત્રી મનોરમા દીક્ષા લઈને સાધ્વી મહેન્દ્રપ્રભાજી બન્યાં. બન્ને અને લિતમ્બરના બુઝુર્ગ લાલા જેઠાલાલ સુરાણાને એક મુસ્લિમ સૂફી પીરના આશીર્વાદ મળ્યા હતા. તેઓના વંશજ પાકિસ્તાનનું નિર્માણ થતાં ભારતમાં ગાજિયાબાદ, દિલ્હી, કોટકપુરા વગેરે નગરોમાં વસેલા છે.
લિતમ્બર કસ્બાની બહાર એક યતિજીની સમાધિ છે. લિતમ્બર, બન્ તથા કાલાબાગના જૈનોને સામાજિક તથા પારિવારિક પર્યાયથી એક સમજવા પણ ઉચિત છે.
回
૪૯