________________
- - - - - - - પાકિસ્તાનનાં જૈન મંદિરો------
કેમેરાના ફલૅશથી ચામાચીડિયાં પાંખો ફફડાવવા લાગ્યાં. એવું લાગ્યું કે આ મંદિરની રખેવાળી કરનારી કોઈ આત્મા હોય ! મેં છતને ધ્યાનથી જોઈ - એકદમ ઉદાસ છત પર લાગેલ લાકડાની પટ્ટીઓમાં તિરાડો પડી હતી. આ બધી કરચલીઓ મારી આંખો દ્વારા અંદર ઊતરવા ઇચ્છતી રહી હતી.
विस्सर बहाराँ गइयाँ,
साडे अंग तरेडां पइयाँ ॥ અર્થાત્ વસંત હવે અમારી સાથે રિસાઈ ગઈ છે. અમારા શરીરમાં પણ કરચલીઓ પડી ગઈ છે.
લગભગ ૩ ટ પહોળી ગોળ સીડીઓ. કુલ પચ્ચીસ પગથિયાં. પછી આવ્યો દરવાજો. પગથિયાં એટલાં ખરબચડાં કે પગ ઘસાતા હતા. ઉપર જઈને મને એવું લાગ્યું જાણે કોઈ સૂતેલા અંધને જગાડ્યો હોય ! આખું મંદિર પહેલા માળ પર જ હતું.
સાથે આવેલો છોકરો દીવાલો પરની ચિત્રકળા અને ફ્રેસ્કોઝ' શોધી શોધીને અમને બતાવી રહ્યો હતો. મૂર્તિસ્થાનવાળા ઓરડાનાં દ્વાર પર બનેલાં ફૂલ, વેલીઓ અને છોડવાના ફેસ્કોઝ'માં હજુ પણ ક્યાંક ક્યાંક જીવ હતો.
એક ચિત્રકળા જોઈને તો આશ્ચર્યચકિત થઈ જવાય છે. એક જ ચિત્રમાં ૨૪ તીર્થકરોનાં ૨૪ ચિત્રો અલગ અલગ મંદિરોમાં મૂકવામાં આવ્યાં હતાં. તે બધાંની આજુબાજુ પૂજા-ભક્તિ કરવાવાળાઓ પણ બતાવવામાં આવ્યા હતા. સાથે જ સજાવટ માટે રસ્તા, વૃક્ષો, ફૂલ, અનેક પ્રકારના રંગ અને સોનેરી ચમક સાથે ચિત્રિત હતાં, પરંતુ હવે તેના સ્તર ઉખડવાના શરૂ થઈ ગયા હતા. એક દીવાલ પર રંગો અને સોનાના પાણીથી વિશાળ સિદ્ધચક્ર બનેલું હતું.
સૌથી ઉપરના માળે પહોંચીને શિખરને જોયું. બુલંદ શિખરે અનેક લોકોને સન્માર્ગ બતાવ્યો હશે. ૧૫૦ વર્ષ પહેલાં (વિ.સં. ૧૯૨૪, ઈ.સ. ૧૮૬૭)માં બનેલી ઈમારતના આજના સ્વરૂપને, તેના બચેલા ખૂણાઓ, ઇંટો, પથ્થરોને જોડીને માનવી તેના વૈભવનો અંદાજ લગાવી શકે છે. શિખર તથા કળશ કાળા પડી ચૂક્યાં હતાં, પરંતુ કારીગરીના શ્રેષ્ઠ નમૂના હતા. શિખરના મૂળના ચાર ખૂણામાં ચાર લઘુશિખર હતાં, જેમાંનું એકાદ જ બચ્યું છે. મુખ્ય શિખરને કમળના પાંદડાંઓ થકી ઉઠાવવામાં આવ્યું હતું. સૌથી પ્રથમ ચાર આરા હતા. પછી ત્રણ શિખરોનાં સ્વરૂપ મુખ્ય
૭૪