________________
- પાકિસ્તાનનાં જૈન મંદિરો -
પ્રકરણ : ૩૦
નારીવાલ
વાર સરૂ ર ઘડન નિયૉ ... સનખતરાથી પાછા ફરતાં નારોવાલ મંદિર જોવાનો કાર્યક્રમ બનાવ્યો. નગર બહારથી જ આ જૈન મંદિર સ્પષ્ટ દેખાય છે. મસ્જિદોની ઊંચી-નીચી મીનાર, ગુંબજ તથા નગરની ઈમારતોથી ઊંચું પણ ઉદાસ જૈન મંદિર શહેરની એક વિશિષ્ટ જ્ઞાતિના અસ્તિત્વનો ઈતિહાસ દર્શાવતું ઊભું છે.
તમે અહીં કોઈ મંદિર કે ગુરુદ્વારા વિશે પૂછો તો સૌથી પહેલાં તો તેઓ તમને શંકાની નજરે જોશે. પછી પૂછશે કે ક્યાંથી આવો છો, કોણ છો ? વગેરે. અમે પૂછયા વગર જ આગળ વધવા લાગ્યા. એક મેદાનમાં ગાડી ઊભી રાખીને મંદિરવાળી ગલીમાં પહોંચ્યા. થોડું ચાલ્યા તો મંદિરની બિલકુલ નજીક આવી ગયા. મંદિરની સામેના ઘરની બહાર ત્રણ માણસો વાતો કરી રહ્યા હતા. તેઓ સારા મૂડમાં દેખાયા.
‘અમે લાહોરથી આવ્યા છીએ અને આ મંદિર જેવા ઈચ્છીએ છીએ. શું અમે આ મંદિરને અંદરથી જોઈ શકીએ ?'
‘તપાસ કરીએ. ઘરવાળાને પૂછવું પડશે.”
તે ત્રણેય જણ અમને સાથે લઈને મંદિરના મુખ્ય દરવાજા તરફ પહોંચ્યા. ઘરનો દરવાજો ખખડાવ્યો. અંદરથી એક આધેડ સ્ત્રી આવી. અમારી સાથે એક મહિલા હોવાને કારણે તે અમને મંદિર બતાવવા તૈયાર થઈ.
મંદિરની અંદર આજ્ઞા મળતાં અમે મંદિરની અંદર ગયા. હવે અમારી સામે ખુલ્લી વિશાળ જગ્યા અને તેની પશ્ચિમમાં હતું સ્વર્ણમંદિર. ઘરના લોકોએ તેમનો સામાન સુંદર ઢંગથી રાખ્યો હતો. સુંદર પલંગો અને તેના પર સફેદ તથા રંગીન ચાદર બિછાવી હતી. ઘરનો બાકીનો સામાન પણ ખૂબ વ્યવસ્થિત રીતે રાખ્યો હતો.
( ૯૫ )